આફ્રિકામાં સહારાના રણમાં પાણી વગર તરફડીને 50 લોકો મૃત્યુ પામ્યા
સહારા તા.5
પશ્ચિમ આફ્રિકાના નાઇજર દેશમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વિશ્વના સૌથી ક્રૂર ગણાતા સહારાના રણ પ્રદેશમાં એક ટ્રક બગડી જતાં, તેમાં સવાર પ્રવાસીઓ ભયાનક ગરમી અને પાણીના અભાવે ફસાઈ ગયા હતા.
આ અસહ્ય તાપમાન અને પાણીના એક-એક ટીપાં માટે તરસતા 49 લોકોના પણ મોત નીપજ્યા હતા. આ તમામ મૃતકો એક મુસ્લિમ તહેવારમાં હાજરી આપીને માલી દેશથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટનાનો ભોગ બન્યા હતા. સત્તાવાર માહિતી અનુસાર, આ ઘટના નાઇજર અને અલ્જીરિયાની સરહદ નજીક આવેલા ક્રોસિંગ પોઇન્ટ ‘અસમાકા‘ થી આશરે 80 કિલોમીટર દૂર એક ર્નિજન અને અત્યંત અંતરિયાળ વિસ્તારમાં રણ બની હતી. રણની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક પ્રવાસીઓની ટ્રક ખોરવાઈ ગઈ હતી. ડ્રાઈવર, તેના મદદનીશો અને પ્રવાસીઓએ ગાડી રિપેર કરવાના અથાગ પ્રયાસો કર્યા હતા પરંતુ વ્હીકલ ચાલુ થઈ શક્યું નહોતું.


