નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે  ગિરનાર  સીસીટીવી કેમેરાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરી નિરીક્ષણ કર્યું

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે  ગિરનાર  સીસીટીવી કેમેરાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરી નિરીક્ષણ કર્યું

જૂનાગઢ તા.12

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગિરનાર પર યાત્રિકોની સુરક્ષા માટે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનું લોન્ચિંગ કર્યું હતું. સાઉન્ડ સિસ્ટમ સાથે અધ્યતન આ કેમેરા યાત્રિકોની સુરક્ષા માટે સહાયરૂપ બનશે.

શિવરાત્રીનો મેળો અને અન્ય પર્વ પરિક્રમા સહિતના લોક મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે આ ઉપરાંત પ્રવાસીઓની પણ સંખ્યા વધી હોય આ સીસીટીવી કેમેરા પોલીસની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવશે.

જિલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ ભવનાથ અને ગિરનાર સીસીટીવી નેત્રમ સર્વેલન્સ અંગેની જરૂરી માહિતી નાયબ મુખ્યમંત્રીને આપી હતી