મહિલા ખેલાડીઓના યૌન શોષણના કેસમાં ભાજપના નેતા બ્રિજભુષણ સિંહને અદાલતે નિર્દોષ જાહેર કર્યા

મહિલા ખેલાડીઓના યૌન શોષણના કેસમાં ભાજપના નેતા બ્રિજભુષણ સિંહને અદાલતે નિર્દોષ જાહેર કર્યા

નવી દિલ્હી તા.૩
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મહિલા કુસ્તીબાજો સાથે સંકળાયેલા યૌન શોષણ કેસમાં ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અશ્વિની પંવારે આજે સવારે ૧૦ વાગ્યે ચુકાદો સંભળાવ્યો. આ દરમિયાન કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ અને ભારતીય કુસ્તી સંઘ (WFI)ના પૂર્વ સચિવ વિનોદ તોમર કોર્ટમાં હાજર રહ્યા હતા.
બ્રિજભૂષણ ૨૦ જુલાઈ ૨૦૨૩થી નિયમિત જામીન પર હતા. ૧૦ મે ૨૦૨૪ના રોજ કોર્ટે દિલ્હી પોલીસની ચાર્જશીટના આધારે આરોપો ઘડ્યા હતા, ત્યારબાદ ટ્રાયલ શરૂ થઈ હતી.
જજે કહ્યું કે બ્રિજભૂષણ અને વિનોદ તોમર, તમને સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કરવામાં આવે છે. મેં પહેલા કહ્યું હતું કે જો કોઈ આરોપ સાબિત થશે તો હું ફાંસી પર લટકી જઈશ. મારા માટે ખુશીનો દિવસ છે. કોર્ટની કોપી મળ્યા પછી આગળ કહીશ.