રાજયના કૃષિ મંત્રી જીતુ વાઘાણી પરિવાર દ્વારા દ્વારકાધીશ જગતમંદિરે ધ્વજારોહણ
(પ્રતિનિધિ દ્વારા) દ્વારકા તા.રર
રાજયના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પરિવાર દ્વારા ગઈકાલે યાત્રાધામ દ્વારકામાં આવેલ દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કૃષિ મંત્રીએ જિલ્લામાં વરસાદની ઘટ અંગે ચિંતા વ્યકત કરતા જણાવેલ કે દ્વારકાધીશ પાસે દ્વારકા જિલ્લા ઉપરાંત રાજયના નહિંવત અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પણ આગામી સમયમાં સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી છે.


