આણંદમાં દારૂના નશામાં ચકચૂર વકીલે કર્યો અકસ્માત.
આણંદમાં ગઈકાલે સાંજે ચિખોદરા ચોકડી તરફથી રોંગ સાઈડમાં આવતી કારને ટ્રાફિક પોલીસે ગણેશ ચોકડી પાસે ઉભી રાખવાની કોશિસ કરેલી એ વખતે કારચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધીજ લોખંડની બેરીકેડ્સ સાથે અથડાઈ દીધી હતી. જે બાદ કારની પાસે જતા કારચાલક દારૂના નશામાં ચુર જણાતો હતો અને સતત બકવાસ કરી રહ્યો હતો. પોલીસે વ્યવસાયે વકીલ એવા આ કારચાલક જયદીપસિંહ ગોવિંદસિંહ વાઘેલા નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


