આપ કાર્યાલયથી વડાપ્રધાન નિવાસ સુધી કેજરીવાલની કુચ જંતર-મંતરથી સમગ્ર માર્ગ પર સુરક્ષાદળો ખડકી દેવાયા
(એજન્સી) નવી દિલ્હી તા.૪
કોકરોચ જનતા પાર્ટીના આંદોલનની સફળતાના પગલે હવે વિપક્ષોમાં જોર આવ્યુ છે તથા ઈ-૨૦ પેટ્રોલ સામે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે આજે ૧૦૦ લોકો સાથે વડાપ્રધાન આવાસ સુધી પગપાળા કુચની તૈયારી શરૂ કરતા જ તંત્ર એલર્ટ થઈ ગયુ છે.
કોકરોચ આંદોલન સમયે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અચાનક જ વડાપ્રધાન આવાસ નજીક ધરણા કરી સુરક્ષા તંત્રને દોડતુ કરી દીધુ હતુ તે પછી હવે કેજરીવાલની ઈ-૨૦ મુદે પીએમ આવાસ કુચને આગળ જ વધવા દેવાશે નહી તેવા સંકેત છે.
અરવીંદ કેજરીવાલ ૧૦૦ ટેકેદારો સાથે જ જવાના છે. તેઓએ શનિવારે ટાઉનહોલ કાર્યક્રમમાં સરકારે લોકોની ચિંતા વગર જ આ પ્રકારે ઈથોનલ મિશ્રીત પેટ્રોલ વેચવાના ર્નિણય કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો.
હવે તેઓએ આ અંગે ઓનલાઈન રીટની પણ ઝુંબેશ શરૂ કરી છે જેમાં ૨.૩૩ લાખ લોકોએ સહી કરી હોવાનો દાવો છે તે સમયે પીએમ આવાસ કુચથી દિલ્હીમાં ફરી સુરક્ષા બંદોબસ્ત લાદી દેવાયો છે.


