ઈંધણ સંકટના પગલે પાકિસ્તાનમાં લોકડાઉન : બધુ જ ઠપ્પ
(એજન્સી) ઇસ્લામાબાદ તા.૧૦:
ઈરાન-ઇઝરાયલ સંઘર્ષને કારણે પાકિસ્તાન ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહ્યું છે. પરિણામે, ૮૦ ટકા સરકારી વાહનો બે મહિના માટે બંધ કરી દેવામાં આવ્યા છે અને ઇંધણ પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે. અડધા સરકારી કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવ્યું છે. પાકિસ્તાનભરની શાળાઓને પણ બે અઠવાડિયા માટે બંધ જાહેર કરવામાં આવી છે. સરકારી ખર્ચમાં ૨૦ ટકાનો ઘટાડો પણ જાહેર કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું, સરકારી વાહનોને ઇંધણ પુરવઠો બે મહિના માટે ૫૦ ટકા ઘટાડવામાં આવી રહ્યો છે, પરંતુ તેમાં એમ્બ્યુલન્સ અને જાહેર પરિવહન બસોનો સમાવેશ થતો નથી. ઇંધણ બચાવવા માટે આગામી બે મહિના માટે ૬૦ ટકા સરકારી વાહનો ગ્રાઉન્ડ કરવામાં આવી રહ્યા છે.


