ઉનામાં એસ.ટી. બસ ચાલકે મોટર સાયકલને હડફેટે લેતા યુવકનું મોત
(પ્રતિનિધિ દ્વારા)
ઉના, તા.રર
ઉના શહેરમાં દેલવાડા રોડ ઉપર ગઈકાલે સત્યમ સ્ટીલ અને સોમનાથ લાઇવની દુકાન પાસે દેલવાડા તરફથી ઊના મોટર સાયકલ નંબર GJ 32 AE 4262 ઉપર આવતો જીગર જીણાભાઇ બાંભણિયા (ઉ. વ.19) રે. ખાણ તા. ઊનાને એક સામેથી આવતી અજાણ્યા મોટર સાયકલ એ ટક્કર મારતાં રોડ ઉપર પડી ગયો હતો. ત્યારે પાછળ આવતી દીવ ઊના રાજકોટ રૂટની એસ. ટી. બસ નંબર GJ 18 ZT 3494ના ચાલકે પોતાના કબજા વાળી બસ પુર ઝડપે અને બેદરકારીથી ચલાવી પડી ગયેલ જીગર જીણાભાઇ બાંભણિયાની ઉપર બસના પાછળના ભાગનું ટાયરનો ઝોટો ફરી વળ્યો હતો. અને અકસ્માત થતા લોકો ભેગા થઈ ગયા હતા અને બસને રોકી દીધી હતી. આ અંગે અકસ્માતની જાણ તેમના ભાઈ સુનિલ જીણાભાઇ બાંભણિયા રે. ખાણને થતા સ્થળ ઉપર તે અને તેમના ગામના લોકો પહોંચી ગયા હતા અને જીગરનું મોઢું અને માથાનો ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી અને સ્થળ ઉપર મૃત્યુ પામેલ હતો. તેમને સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ફરજ ઉપરના ડોક્ટરે મૃત્યુ પામ્યાનું જાહેર કર્યું હતું. આ અંગે ઊના પોલીસ સ્ટેશન મા તેમના ભાઈ સુનિલ ભાઈ જીણાભાઇ બાંભણિયા રે. ખાણએ દીવ ઊના રાજકોટ રૂટની બસના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ એ. એસ. આઇ. જયેશભાઈ ગોવિંદ ભાઈ ભુવા કરી રહ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ ખાણ ગામના સુનિલભાઈના કૌટુંબિક ભાઈ પ્રકાશભાઈ સાજણભાઈ બાંભણિયાને નલિયા માંડવી ગામ પાસે ભેંસ સાથે મોટર સાયકલ ભટકતા ઈજાઓ પહોંચી હતી તેમને 108 મારફત સારવાર માટે ઊના લાવતા હતા અને મરણ જનાર જીગરભાઈ, યોગેશભાઈ પોત પોતાની મોટર સાયકલ ઉપર ઊના આવતા હતા ત્યારે સામેથી આવતી અજાણ્યા મોટર સાયકલ ચાલક જીગરની મોટર સાયકલ સાથે ટક્કર મારતાં રોડ ઉપર પડી ગયા હતા. ઊનાથી દેલવાડા દીવ જતો રોડ ઉપર વાહન ચાલકો બેફામ વાહન ચલાવતા હોય. તેની ઝડપ પોલીસ દ્વારા નિયંત્રણમાં લેવાય તેવી લોક માંગણી ઉઠી છે.


