ઉનાળાની કાળઝાળ ગરમીમાં ડ્રાઈવર, કંડકટર, સ્ટાફ માટે જૂનાગઢ એસ.ટી. વર્કશોપમાં ઠંડા પાણીનું કુલર ખુલ્લુ મુકવામાં આવ્યું
જૂનાગઢ, તા.૧૬
આ ઉનાળાની કાળઝાળ ગરમીની સિઝન ચાલી રહે છે અને કાળઝાળ ગરમીમાં પાણી પાવુંએ એક પુણ્યનું ભાથુ છે. આવું જ કાર્ય તા.15/4/2026ને બુધવારે જુનાગઢ એસ ટી વર્કશોપમાં આકરી ગરમીમાં કામ કરતા કર્મચારીઓ માટે આહીર અગ્રણી રાજુભાઇ ડાંગર તથા નિલેશભાઈ ડાંગરનાં સૌજન્યથી તેમના માતા પિતાનાં સ્મરણાર્થે ઠંડા પાણીનું કુલર વિથ આરોપ્લાન રાજુભાઇ ડાંગરનાં વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું અને આજથી ચાર વર્ષ પહેલા પણ બસ સ્ટેશનમાં ડ્રાઈવર, કંડકટર સ્ટાફ રૂમમાં એક કૂલરનું સૌજન્ય તેમના દ્વારા આપેલ છે અને આ કાર્યક્રમમાં જૂનાગઢ એસટી વિભાગના વિભાગીય નિયામક ડાંગર અનિવાર્ય સંજાેગો અનુસાર હાજર રહી ન શક્યા પણ તેમણે રાજુભાઈ ડાંગરનો ધ્વનિ સંદેશથી આભાર વ્યક્ત કર્યો હતો અને આપ ઉત્તરોતર પ્રગતિ કરો એવી શુભકામના પાઠવી હતી અને કાર્યક્રમમાં વહિવટી અધિકારી વાધેલા તથા જૂનાગઢ ડેપોના સીનીયર મેનેજર કરમટા તથા એસટી ક્રેડિટ સોસાયટીના ચેરમેન વી.કે. ભાદરકા તથા માન્ય ત્રણેય યુનિયન હોદેદારો તથા મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. એમ જૂનાગઢ સીનીયર ડેપો મેનેજર કરમટાની યાદી જણાવે છે.


