કર્ણાવતી શૂટિંગ સ્પર્ધામાં જૂનાગઢના ખેલાડીઓએ રજત ચંદ્રક મેળવ્યો
જૂનાગઢ તા.૧૬
ગુજરાત રાજ્ય રાયફલ એસોસીએશન દ્વારા દરમિયાન કર્ણાવતી મુકામે ૭ મી શ્રી કે. જી. પ્રભુ શુટિંગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં ગુજરાત ના અનેક સ્પર્ધકો એ ભાગ લીધેલ. જેમાં ૫૦ મીટર ફાયર આર્મ્સ ઈવેન્ટ માં રાજશાખા રાયફલ ક્લબ જૂનાગઢ ના અનીલ નંદાણીયા સુવર્ણ ચંદ્રક (3position event) માં જ્યારે હિતાર્થસિંહ પરમાર એ સુવર્ણ ચંદ્રક અને રાજેન્દ્ર પીઠીયા એ રજત ચંદ્રક (prone event) માં મેળવી ને જૂનાગઢ જિલ્લા ને ગૌરવ અપાવ્યું છે.


