કાર ખરીદનારાઓમાં ભારે ઉત્સાહ પરંતુ ડીલરો પર આફત 

કાર ખરીદનારાઓમાં ભારે ઉત્સાહ પરંતુ ડીલરો પર આફત 

(એજન્સી)  નવી દિલ્હી તા.૦૫ :
જીએસટી સ્લેબ ટેકસમાં ક્રાંતિકારી સુધારા-રાહતનો અમલ પ્રથમ નોરતાથી થવાનો છે. કાર સહીતની મોંઘી ચીજો ખરીદનારાઓએ ખરીદી મુલત્વી રાખી છે ૨૨ સપ્ટેમ્બર પછી સસ્તી કિંમતે ખરીદવાનો ઉત્સાહ છે ત્યારે વિક્રેતાઓના માથે ટેન્શન છે. વિક્રેતાઓ પાસે માત્ર કારના જ ૨૫૦૦ કરોડનો સ્ટોક છે સેસ બેલેન્સના રીફંડ કે કલેઈમ વિશે ચોખવટ નહીં હોવાથી મોટો માર પડવાની આશંકા સેવાય રહી છે.
૨૨ સપ્ટેમ્બરથી જીએસટીમાં ફેરફાર સાથે કમ્પેનશેસન સેસ નીકળી જવાનો છે. ઉંચા ટેકસ સાથેનો સ્ટોક ધરાવતા વિક્રેતાઓને માર પડી શકે છે. ઉપરાંત કાર્યકારી મુડીનું દબાણ ઉભુ થઈ શકે છે. માત્ર પેસેન્જર વાહનોમાં જ કમ્પેનશેસન સેસનો મુદો લાગુ પડે છે.