ખુલજા સીમસીમ... સોમવારે પાંચ રાજયોના ચૂંટણી પરિણામો : ભારે ઉત્તેજના

ખુલજા સીમસીમ... સોમવારે પાંચ રાજયોના ચૂંટણી પરિણામો : ભારે ઉત્તેજના

(એજન્સી)     નવી દિલ્હી, તા.૨
પાંચ રાજ્યોની યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ હવે જાહેર થનારા પરિણામોની ભારે ઉત્તેજના છવાઇ ગઇ છે. ગત તા.૨૯ એપ્રિલના રોજ આવેલા એક્ઝીટપોલએ ખાસ કરીને પશ્ચિમ બંગાળથી લઇ તમીલનાડુમાં મોટા ઉલટફેર થશે તેવા સંકેત બાદ રાજકીય રીતે પણ શું જનતાનો ચુકાદો કોઇ અપસેટ સર્જશે તેની ચર્ચા થઇ રહી છે.
દેશમાં અલગ-અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલા એક્ઝીટપોલમાં ખાસ કરીને તામીલનાડુમાં એક સમયે ડીએમકેની જીત નિશ્ચિત ગણાતી હતી ત્યાં અભિનેતા વિજયના ટીએમકે પક્ષને સરકાર રચવાની તક મળશે તેવા એક એક્ઝીટપોલે રાજ્યના અનેક ગઠબંધનોમાં હિલચાલ વધારી દીધી છે.
પશ્ચિમ બંગાળમાં ૧૪ વર્ષથી શાસન ચલાવી રહેલ મમતા બેનર્જીના ગઢમાં ભાજપે આ ચૂંટણીમાં મોટુ ગાબડુ પડ્યું હોવાના સંકેત મળતા કેસરીયા ગઢમાં જબરી ખુશી છવાઇ ગઇ છે.