ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં બળાત્કારની ૯૦૦૦ ઘટનાઓ
ગાંધીના ગુજરાતમાં મહિલાઓ અસલામત : પ્રતિદિન બળાત્કારની સરેરાશ ૯ ઘટનાઓ બને છે
(બ્યુરો) અમદાવાદ તા.૧૦
ગુજરાતમાં છેલ્લા ૩ વર્ષમાં દુષ્કર્મના ૮૮૪૯ કેસ નોંધાયા છે, પ્રતિદિન સરેરાશ ૮ દુષ્કર્મના કેસ નોંધાય છે. તાજેતરમાં યોજાયેલા વિધાનસભા સત્રમાં સરકારે આપેલી માહિતી મુજબ જૂન ૨૦૨૨થી મે ૨૦૨૫ સુધી, દુષ્કર્મના કુલ કેસમાંથી ગ્રામીણ વિસ્તારોમાં ૬૦% એટલે કે ૫૩૩૦ અને શહેરી વિસ્તારમાં ૪૦% એટલે કે ૩૫૧૯ કેસ નોંધાયા હતા. એનસીઆરબીના ડેટા મુજબ, ગુજરાતમાં ૩% આરોપીઓને પણ દુષ્કર્મના કેસમાં દોષી ઠરાવવામાં આવ્યા નથી. આ સમયગાળા દરમિયાન ૨૮૮૨ હત્યા એટલે કે રોજ સરેરાશ ૨ કે ૩ હત્યા નોંધાઇ છે. આ ઉપરાંત વિદેશી, બિયર, દેશી દારૂ સંબંધિત ૬.૨૦ લાખ કેસ નોંધાયા હતા. વિવિધ પ્રકારના આઠ ગુનામાં ૭૯૫૩ આરોપીની ધરપકડ કરવાની બાકી છે.
સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા એનસીઆરબીના આંકડા મુજબ, ૨૦૧૮થી ૨૦૨૨ દરમિયાન ૫ાંચ વર્ષમાં દુષ્કર્મના કેસમાં ૩૮૨૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી ૯૭(૩% ઓછા)ને દોષી ઠેરાવવામાં આવ્યા હતા. ૩૭૮૩ આરોપીઓ સામે અને ૨૭૬૬ કેસમાંથી ૨૫૭૨માં
ચાર્જશીટ ફાઇલ કરવામાં
આવી હતી. માત્ર ૭૦૮ કેસમાં ટ્રાયલ પૂર્ણ થયો હતો. માત્ર ૭૯ કેસમાં ર્નિણય આવી શક્યો હતો.


