ગુજરાતી ફિલ્મ લાલોની ટીમે એસ્થે કાયાકલ્પ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી

ગુજરાતી ફિલ્મ લાલોની ટીમે એસ્થે કાયાકલ્પ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૦
ગુજરાતી સિનેમાની આતુરતાપૂર્વક રાહ જાેવાતી ફિલ્મ “લાલો”ના સ્ટારકાસ્ટ જૂનાગઢની જાણીતી હોસ્પિટલ એસ્થે કાયાકલ્પની મુલાકાત લીધી હતી ફિલ્મના ડિરેક્ટર અંકિત સખીયા, અભિનેતા કરણ જાેષી તથા અભિનેત્રી રીવા રાચ્છ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મની સ્ટારકાસ્ટ અને ટીમે હોસ્પિટલની મુલાકાત લીધી અને અહીંની સુવિધાઓ અંગે માહિતગાર થયા. સાથે જ તેઓએ ફિલ્મ વિષે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે “લાલો” એક અનોખી વાર્તા પર આધારિત છે, જે દર્શકોને એક નવા અનુભવ સાથે જાેડશે. ડો. પિયુષ બોરખતરીયાએ ફિલ્મ વિશે જણાવતા કહ્યું કે, “લાલો ફિલ્મ સમાજને નવી દિશા આપશે અને દર્શકોના દિલમાં સ્થાન બનાવશે. એસ્થે કાયાકલ્પ હોસ્પિટલ આવી ટીમે પ્રોમોશન કર્યું તે અમારે માટે ગૌરવની વાત છે. એસ્થે કાયાકલ્પ હોસ્પિટલ, જે સ્કિન, હેર અને લેસર ટ્રીટમેન્ટ માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતી છે, ત્યાં આ મૂવી પ્રમોશન થવાથી શહેરના લોકોમાં ખાસ ઉત્સાહ જાેવા મળ્યો. એસ્થે કાયાકલ્પ હોસ્પિટલ તરફથી ડો. પિયુષ બોરખતરીયાએ તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. સમગ્ર ટીમે હોસ્પિટલના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેવાઓની પ્રશંસા કરી હતી.