ગત સાંજે દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ નામ પુછીને બે હિન્દુ શ્રમિકોને ગોળી મારી : બન્નેના મોત

ગત સાંજે દક્ષિણ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ નામ પુછીને બે હિન્દુ શ્રમિકોને ગોળી મારી : બન્નેના મોત
AI Image

(એજન્સી)         શ્રીનગર તા.૦૧
આતંકવાદીઓએ દક્ષિણ કાશ્મીરના કુલગામમાં ગત મોડી સાંજે ઈંટ-ભઠ્ઠા પર કામ કરી રહેલા છત્તીસગઢના બે પ્રવાસી શ્રમિકોને નિશાન બનાવ્યા. હુમલામાં બન્ને શ્રમિકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલો કુલગામથી લગભગ ૨૦ કિલોમીટર દૂર કેલામમાં થયો. મૃતક યુવકોની ઓળખ ૨૪ વર્ષીય દીપક અને ભુપેન્દ્ર (ઉ.વ.ર૮) તરીકે થઈ છે. પોલીસ સૂત્રો અનુસાર, આ હુમલો પહેલગામની તર્જ પર થયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આતંકવાદીઓએ પહેલા પ્રવાસી શ્રમિકોના નામ પૂછ્યા. પછી બે હિંદુઓને જૂથમાંથી અલગ કરીને નજીકથી ગોળી મારી દીધી.
ઘટના સમયે ત્યાં ઘણા પ્રવાસી શ્રમિકો હાજર હતા. પરંતુ, હિંદુ ફક્ત આ બંને જ હતા. આતંકવાદી હુમલાના સમાચાર મળતા જ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે પોલીસની ગાડીઓ આતંકવાદીઓની શોધમાં લાગી ગઈ છે.