જૂનાગઢથી બેંગ્લુરૂ મોકલેલ બે કારો અને ઘરનો સામાન નહી પહોંચાડી : ભાડેપેટે વધુ રૂપિયાની માંગણી કર્યાની ફરીયાદ

જૂનાગઢથી બેંગ્લુરૂ મોકલેલ બે કારો અને ઘરનો સામાન નહી પહોંચાડી : ભાડેપેટે વધુ રૂપિયાની માંગણી કર્યાની ફરીયાદ
AI Image

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૩
જૂનાગઢથી બેંગલુરૂ મોકલેલ બે કારો અને ઘરનો માલ સામાન કાર્ગો સંચાલકે નહી પહોંચાડી વધુ રૂપિયાની માંગણી કર્યાની ફરીયાદ સી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સી ડીવીઝન પોલીસ મથકે ડો.વિધ્યા નારાયણ ડો.જયપ્રકાશભાઈ નારાયણએ ફાસ્ટ પ્રોફેશનલ કાર્ગો મોર્સના માલીક સંદીપભાઈ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીએ જુનાગઢ થી બેગલુરૂ તેમના ઘરે સામાન ફેરવવા  આરોપીની ફાસ્ટ પ્રોફેસનલ કાર્ગો મોર્સ નામની કાર્ગો સર્વીસમાં સામાન ફેરવવાના રૂા.૭૫,૫૦૦  નક્કી કરી આરોપીએ ફરીયાદીના ઘરનો  તમામ સામાન પેકીગ કરી તેઓ ટ્રકમા ભરી ફરીયાદીની બન્ને ફોરવ્હિલ કાર લઈ બેગલુરૂ પહોચાડવા મોકલેલ બાદ આરોપીએ ફરીયાદીને રૂા.૨,૧૧,૨૧૦નુ બીલ મોકલી પેમેન્ટો કરશો તોજ સામાન મળશે તેમ કહેતા ફરીયાદીએ નક્કી થયેલ તેજ પેમેન્ટ  કરવાની વાત કરતા આરોપીએ રૂા.૧,૨૯,૨૮૦ નુ નવુ બીલ પેમેન્ટ  કર્યા બાદ સામાન મળશે તેમ કહેલ આમ ફરીયાદીના ઘરનો સામાન તથા વાહનો મળી કુલ કી રૂા.૩૮,૧૫,૦૦૦ નો માલ સામાન તેમણે બેગલુરૂ સરનામે આજદીન સુધીમા નહી પહોચાડી અગાઉ નક્કી થયેલ તેના કરતા વધારે રૂપીયાની અવાર નવાર માંગણી કરતા ફરીયાદીએ ના પાડતા સામાન પરત કરવાના નાણા માંગી તેમજ આરોપીએ ફરીયાદીને મોકલેલ અલગ અલગ બીલો જેમા તેઓની ઓફીસનુ સરનામુ જે ખોટુ સરનામુ હોય તેમજ તેમના જી.એસ.ટી નંબર બંધ થઈ ગયેલ છે તે બીલમાં દર્શાવી તેના મોબાઈલ નંબર ઉપરનુ સરનામુ ખોટુ હોય જે પ્રાથમીક તપાસ દરમ્યાન જણાઈ આવેલ આમ આરોપીએ ફરીયાદી સાથે પહેલાથીજ ઠગાઈ કરવાના ઈરાદે ખોટા બીલો બનાવી તેનો ઉપયોગ કરી ફરીયાદી પાસે થી ખંડણી માંગી ઠગાઈ કર્યાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.