ડો.સુભાષ યુનિવર્સિટી ખાતે મહિલા ઉદ્યોગ સાહસિકતા વિષય ઉપર નિષ્ણાંત વ્યાખ્યાનનું આયોજન

ડો.સુભાષ યુનિવર્સિટી ખાતે મહિલા ઉદ્યોગ સાહસિકતા વિષય ઉપર નિષ્ણાંત વ્યાખ્યાનનું આયોજન

જૂનાગઢ, તા.ર૩
ડૉ. સુભાષ યુનિવર્સિટીના વિમેન ડેવલપમેન્ટ સેલ દ્વારા “મહિલા ઉદ્યોગ સાહસિકતા” વિષયક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા, સ્ટાર્ટઅપ અને ગૃહ ઉદ્યોગ સ્થાપન માટે સરકાર દ્વારા ઉપલબ્ધ વિવિધ યોજનાઓ તથા સહાય અંગે માહિતી આપવાનો હતો. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અનુભવી નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં જુનાગઢ સાયબર સેલના PSI ભૂમીબેન જાેગલએ સાયબર ક્રાઈમ તથા સાયબર સુરક્ષા અંગે માહિતગાર વ્યાખ્યાન આપ્યું હતું. GHCL ફાઉન્ડેશન, ગડુના સેન્ટર હેડ કૈશીકભાઈ ગૌસ્વામીએ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કૌશલ્યલક્ષી કોર્સ અંગે વિગતવાર માહિતી આપી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જુનાગઢના ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર ખુંટ કૃપાએ મહિલાઓ માટેની કાયદાલક્ષી તથા રોજગારલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું.  જિલ્લા ઉદ્યોગ સાહસિકતા કચેરી, જુનાગઢના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર રામભાઈ કટારીયાએ ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ સ્થાપન સંબંધિત ઉપયોગી માહિતી પ્રસ્તુત કરી હતી તે ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જુનાગઢના OSC કેન્દ્ર સંચાલક અંકિતાબેન ભાખરએ ઘરેલું હિંસા અને વન સ્ટોપ સેન્ટર (OSC) દ્વારા મળતી સહાય અંગે માહિતગાર કર્યા હતા. GHCL ફાઉન્ડેશન, ગડુના સોશિયલ મોબિલાઈઝર  જયેન્દ્રભાઈ સોલંકી તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જુનાગઢના જેન્ડર સ્પેશિયાલિસ્ટ મીનાક્ષીબેન ડેરએ મહિલાલક્ષી યોજનાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. આ પ્રસંગે ડૉ. સુભાષ યુનિવર્સિટીના પ્રમુખ રાજભાઈ ચાવડા તથા પ્રોવોસ્ટ ડૉ. દીપક પટેલ સાહેબએ સમગ્ર આયોજનની પ્રશંસા કરી હતી અને વિમેન ડેવલપમેન્ટ સેલના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા.