ઈદેમીલાદુન્નબી નિમિતે જૂનાગઢ શહેરમાં શાનદાર જુલુસ નીકળ્યું : હજારો લોકો જાેડાયા

ઈદેમીલાદુન્નબી નિમિતે જૂનાગઢ શહેરમાં શાનદાર જુલુસ નીકળ્યું : હજારો લોકો જાેડાયા

જૂનાગઢ તા.૬
ઈસ્લામ ધર્મના પયગંબર હજરત મહમદ સાહેબની ૧પ૦૦મી જન્મ જયંતિ નિમિતે ગઈકાલે જૂનાગઢમાં ભવ્ય જુલુસ નીકળ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકો જાેડાયા હતા. જૂનાગઢ શહેરના વાલીએ સોરઠ સુખનાથ ચોક ખાતેથી જુલુસનો પ્રારંભ થયો હતો અને જેલ રોડ, કોર્ટ રોડ, ચિતાખાના, ઢાલ રોડ, માંડવીચોક થઈ ઝાલોરાપા ખાતે જુલુસ કોમી એકતા, શાંતિના સંદેશા સાથે સંપન્ન થયું હતું. જુલુસ દરમ્યાન મુસ્લીમ આગેવાનો અને આયોજકોએ તંત્ર સાથે સુંદર સંકલન જાળવી રાખ્યું હતું. જુલુસના રૂટ પર કોમી એકતા, રાષ્ટ્રીય એકતા સમિતિના બટુકભાઈ મકવાણા, જીસાનભાઈ હાલેપોત્રા, વહાબભાઈ કુરેશી, કાસમભાઈ જુણેજા તેમજ મધુર સોશ્યલ ગૃપના સલીમભાઈ ગુજરાતી સહિતના આગેવાનોએ જુલુસનું સ્વાગત કર્યું હતું. જુલુસના રૂટ પર ઠેર-ઠેર ન્યાઝ (પ્રસાદ) નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો અબાલ-વૃધ્ધ તમામે લાભ લીધો હતો. પયગંબર સાહેબની જન્મજયંતિની સમગ્ર વિશ્વમાં ઉજવણી થઈ રહી છે.