રમઝાન માસના ૩૦ દિવસ પૂર્ણ થયા બાદ મુસ્લીમ બિરાદરોએ ઈદુલ ફીત્રની ઉજવણી કરી
સરદારબાગ ઈદગાહ મસ્જીદ ખાતે ઈદમીલનનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ તા.ર૧
મુસ્લીમોના પવિત્ર રમઝાન માસના ૩૦ દિવસ પૂર્ણ થતાં આજે સમગ્ર દેશમાં મુસ્લીમ બિરાદરો દ્વારા ઈદુલફીત્ર (રમઝાન ઈદ)ની ઉજવણી કરવામાં આવી રહી છે. ૩૦ દિવસ રોઝા રાખ્યા બાદ ઈદ મનાવવાનો ઉત્સાહ વિશેષ જ હોય છે. મુસ્લીમ બિરાદરોએ વિવિધ મસ્જીદોમાં તેમજ ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઈદની નમાઝ અદા કરી હતી અને દેશ-દુનિયામાં સુખ-શાંતિ જળવાય, યુધ્ધની સ્થિતિનો અંત આવે અને સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય તેવી દુઆઓ કરી હતી. જૂનાગઢ શહેરમાં ઈદગાહ મસ્જીદ ખાતે હિન્દુ-મુસ્લીમ આગેવાનોએ એક-બીજાને શુભેચ્છાઓ પાઠવી હતી અને જૂનાગઢ શહેરની કોમી એકતા, શાંતિ, ભાઈચારાની પરંપરાને નિભાવી હતી.




