ડૉ. સુભાષ યુનિવર્સિટી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સમારોહનું ભવ્ય આયોજન

ડૉ. સુભાષ યુનિવર્સિટી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સમારોહનું ભવ્ય આયોજન

જૂનાગઢ, તા.૩૧
ડૉ. સુભાષ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ નર્સિંગ દ્વારા લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એ.એન.એમ. જી.એન.એમ. અને બી.એસસી નર્સિંગની છઠ્ઠી બેચના કુલ ૧૧૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમનો આરંભ પરંપરાગત રીતે દીપ પ્રજવલન સાથે થયો હતો, જે નર્સિંગ વ્યવસાયમાં સેવાભાવ, કરૂણા અને માનવતાના પ્રકાશનું પ્રતિક છે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ તેમના વ્યાવસાયિક જીવનમાં નિષ્ઠા, સમર્પણ અને દર્દીઓની સેવા માટે પ્રતિબદ્ધ રહેવાની શપથ (ઓથ) લીધી હતી.
આ અવસરે મુખ્ય અતિથિ તરીકે નોબલ નર્સિંગ કોલેજ, જૂનાગઢના ડીન બિપિન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. દીપક પટેલ, રજિસ્ટ્રાર ડૉ. જિગ્નેશ પટેલ, ડેપ્યુટી રજિસ્ટ્રાર ડૉ. કમલેશ ધોળકિયા અને નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ લોકેશ અમેટા હાજર રહી પ્રસંગને ગૌરવમય બનાવ્યો હતો. આ ઉપરાંત વિવિધ વિદ્યાશાખાના ડીન, પ્રિન્સિપાલ, નર્સિંગ વિભાગના સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેનાથી કાર્યક્રમ વધુ આકર્ષક બન્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રેરણાદાયક સંદેશમાં જણાવ્યું કે નર્સિંગ માત્ર વ્યવસાય નથી પરંતુ માનવતાની સેવા માટેનું પવિત્ર કાર્ય છે. તેમણે વિદ્યાર્થીઓને કરૂણા, સહાનુભૂતિ અને પ્રામાણિકતા સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.
કાર્યક્રમના અંતે તમામ મહેમાનો, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સાથે ભોજન લઈ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. સમગ્ર આયોજન બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રાજભાઈ ચાવડા તથા પ્રોવોસ્ટ ડૉ. દીપક પટેલે સ્કૂલ ઑફ નર્સિંગના તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.