દેશમાં પહેલીવાર કુલ વસ્તીના ૯૦ ટકા લોકો પાસે મોબાઈલ
નવી દિલ્હી, તા. ૨૯
દેશમાં ટેલિફોન અને ઇન્ટરનેટ ગ્રાહકોની સંખ્યામાં જુલાઇ દરમિયાન વધારો નોંધાયો છે. ટ્રાઇ દ્વારા જારી કરાયેલાં જુલાઇના આંકડાઓથી ખબર પડે છે કે દેશમાં કુલ ટેલિફોન ગ્રાહકોની સંખ્યા વધીને આશરે ૧૩૫.૪૩ કરોડ થઈ ગઈ છે જે ભારતની કુલ વસ્તીના ૯૦ ટકા છે. જ્યારે જૂનમાં આ સંખ્યા આશરે ૧૩૪.૮૧ કરોડ હતી. આ રીતે એક મહિનાની અંદર દેશભરમાં ૬૨ લાખ નવા ટેલિફોન કનેક્શન જોડાયા છે. હવે દેશભરમાં શહેરી વિસ્તારોમાં મોબાઇલ ગ્રાહકોની સંખ્યા ૭૪.૩૭ કરોડ અને ગ્રામીણ વિસ્તારોમાં ૫૪.૪૩ કરોડ થઈ ગઈ છે. બ્રોડબેન્ડ માર્કેટમાં રિલાયન્સ જિયો ૫૩.૫૧ કરોડ ગ્રાહકો સાથે પ્રથમ સ્થાને રહ્યું છે.


