નેતાન્યાહુએ કહ્યું, ‘હું ટ્રમ્પના ઈશારે નથી ચાલતો’  દક્ષીણ લેબનાનમાંથી ઈઝરાયલી સેના હટાવવાનો ઈન્કાર

નેતાન્યાહુએ કહ્યું, ‘હું ટ્રમ્પના ઈશારે નથી ચાલતો’  દક્ષીણ લેબનાનમાંથી ઈઝરાયલી સેના હટાવવાનો ઈન્કાર

તેલઅવિવ તા.22
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે લોકો એવું સમજે છે કે તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર કામ કરે છે, પરંતુ આ સાચું નથી.
યરૂશાલેમમાં આયોજિત એક સમિટમાં બોલતા નેતન્યાહૂએ કહ્યું, "અમેરિકામાં લોકો કહે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ તે જ કરે છે જે હું તેમને કહું છું. જ્યારે ઇઝરાયલમાં કેટલાક લોકો વિચારે છે કે હું તે જ કરું છું જે ટ્રમ્પ ઇચ્છે છે. પરંતુ બંને વાતો ખોટી છે."
ઇઝરાયલી વડાપ્રધાને કહ્યું કે ઇઝરાયલ અને અમેરિકા નજીકના સહયોગી ચોક્કસ છે, પરંતુ બંને દેશોના પોતાના હિતો છે અને દરેક મુદ્દે તેમનો મત એક સરખો હોતો નથી.
નેતન્યાહૂએ પુનરોચ્ચાર કર્યો કે ઇઝરાયલ, ઇરાનને પરમાણુ હથિયારો પ્રાપ્ત કરવા દેશે નહીં. તેમણે કહ્યું કે તેમની સરકાર આ અંગે કોઈ સમાધાન કરશે નહીં.