નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ તા.૨૧
વર્ષો થી વન અને પર્યાવરણનું જતન કરતી સેવાભાવી સંસ્થા નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢ દ્વારા તળાવ દરવાજા સ્થિત ગણાત્રા ડેન્ટલ હોસ્પિટલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારે ૧૦.૩૦ થી બપોરે ૧ કલાક સુધી વિના મૂલ્યે ૨૫૦૦ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૨થી સંસ્થા દ્વારા વિના મૂલ્યે ચકલી ના માળા નું વિતરણ કરવામાં આવે છે. નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢ ના પ્રમુખ ડો.પાર્થ ગણાત્રા દ્વારા લોકોને ઉનાળા દરમ્યાન પક્ષીઓ માટે ચણ તથા એક વાસણ માં પાણી રાખવા માટે પણ અપીલ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં મોનાલી ગણાત્રા, અલ્પાબેન ઉનડકટ, જ્યોતિબેન વાડોલિયા, જયશ્રીબેન વેકરિયા, દિપ્તીબેન આમરોલિયા, દીપલ રૂપારેલિયા ઉપસ્થિત રહ્યા હતા તેમ નિસર્ગ નેચર ક્લબ, જૂનાગઢના પ્રમુખ ડૉ.પાર્થ ગણાત્રાએ યાદીમાં જણાવેલ છે.


