પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતુશ્રી વિશે કોંગ્રેસ અને આરજેડી દ્વારા અભદ્ર ટીપ્પણી બાબતે જૂનાગઢ મહાનગર ભાજપા દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદન પત્ર આપવામાં આવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતુશ્રી વિશે કોંગ્રેસ અને આરજેડી દ્વારા અભદ્ર ટીપ્પણી બાબતે જૂનાગઢ મહાનગર ભાજપા દ્વારા વિરોધ પ્રદર્શન અને આવેદન પત્ર આપવામાં આવ્યું

જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ અને આરજેડીના નેતા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વ. માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરી તે બાબતે વિરોધ પ્રદર્શનના ધરણા તેમજ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાજેતરમાં બિહારમાં કોંગ્રેસના જાહેર મંચ ઉપરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતાશ્રી માટે અભદ્ર, અશોભનીય અને નિમ્નસ્તરના અપશબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી, હાંસિયામાં ધકેલાઈ ગયેલી કોંગ્રેસે આટલી હલકી રાજનીતિ કરીને તમામ હદો વટાવી છે ત્યારે નરેન્દ્ર મોદીની માતા માટે બોલાયેલા અપશબ્દો વિરૂદ્ધ આખા દેશમાં તેનો પડઘો વાગ્યો છે તેમ છતાંય કોંગ્રેસ લાજવાને બદલે ગાજી રહી છે. આ સંદર્ભે જૂનાગઢ મહાનગર ભાજપ પ્રમુખ ગૌરવભાઇ રૂપારેલિયાના માર્ગદર્શન હેઠળ મહાનગર ભાજપ મહિલા મોરચા દ્વારા ઝાંસીની રાણીનાં સ્ટેચ્યુ પાસે ધરણાં પ્રદર્શન યોજાયું હતું. જેમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલા શક્તિએ ‘માતૃ શક્તિનું અપમાન, નહિ સહે ગુજરાત’, ‘રાહુલ ગાંધી હાય હાય’ સહિતના પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી જૂનાગઢ જિલ્લા કલેકટરને આ અંગે આવેદનપત્ર આપ્યું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેડીગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસકપક્ષ નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, પ્રદિપભાઇ ખીમાણી, પુનિતભાઈ શર્મા, ડોલરભાઈ કોટેચા, વિનુભાઈ ચાંદેગ્રા, લીલાભાઇ પરમાર, અશોકભાઈ ભટ્ટ, યોગીભાઈ પઢીયાર, મુન્નાભાઈ ઓડેદરા, મીડિયા કન્વિનર સુરેશભાઈ પાનસુરીયા, ઓમભાઈ રાવલ, મહિલા મોરચાના જ્યોતિબેન વાડોલીયા, શિતલબેન તન્ના, ગીતાબેન પરમાર, આધ્યાશકિતબેન મજમુદાર, કનકબેન વ્યાસ, કોર્પોરેટરઓ સંજયભાઈ મણવર, શેલેષભાઈ દવે, વિનસભાઈ હદવાણી, પ્રવિણભાઇ વાઘેલા, જયેશભાઇ બોઘરા, વિમલભાઈ જાેષી, પરાગભાઇ રાઠોડ, ભાવનાબેન વ્યાસ, સોનલબેન પનારા, ચંદ્રિકાબેન રાખશીયા, ઈલાબેન બાલસ, ચેતનાબેન ચુડાસા, વંદનાબેન દોશી, મહિલા મોરચાના બહેનો તથા વોર્ડ પ્રમુખ મહામંત્રી, વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી યુવા મોરચાના કાર્યકર્તા વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમ મિડિયા વિભાગના સંજય પંડ્યાની યાદી જણાવે છે.