પવિત્ર શ્રાવણ માસ રક્ષાબંધન પર્વે શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા અને "મારા દાદાને મારી રાખડી" સાથે દેશ-વિદેશની હજારો બહેનો-દીકરીઓ દ્વારા મોકલાયેલી રાખડીઓથી દાદાના સિંહાસનેરાખડીઓનો દિવ્ય શણગાર

પવિત્ર શ્રાવણ માસ રક્ષાબંધન પર્વે શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા અને "મારા દાદાને મારી રાખડી" સાથે દેશ-વિદેશની હજારો બહેનો-દીકરીઓ દ્વારા મોકલાયેલી રાખડીઓથી દાદાના સિંહાસનેરાખડીઓનો દિવ્ય શણગાર

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર૭
ભગવાન શિવજીની આરાધનાના પર્વ એવાં પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ:૨૭-૦૮-૨૦૨૬ગુરુવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘા અને  સિંહાસને હજારો બહેનોએ મોકલેલી રાખડીનો શણગાર કરાયો છે. આ ઉપરાંત હજારો બહેનોએ દાદાને મોકલાવેલા પત્ર પણ દાદા સમક્ષ મૂક્યા હતા. સવારે ૦૫:૪૫ કલાકે શણગાર આરતી પૂજારીસ્વામી  દ્વારા  કરવામાં આવી હતી. વર્ષો પહેલાં લક્ષ્મીજીએ દાનવીર રાજા બલીને રક્ષાસૂત્ર બાંધીને પોતાના ભાઈ બનાવ્યા હતા, ત્યારથી શ્રાવણી પૂનમે રક્ષાબંધન ઉજવવાની પરંપરા ચાલી આવે છે. રક્ષાબંધન પર્વ  નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ "મારા દાદાને મારી રાખડી" અંતર્ગત હનુમાનજી દાદા સદાય તેમની રક્ષા કરે તેવા પરમ ભાવ સમગ્ર દેશ અને વિદેશમાંથી હજારો બહેનો-દીકરીઓએ પ્રેમપૂર્વક ઘરે જ બનાવીને મોકલાયેલી હજારો રાખડીઓથી દાદાને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો તેમજ તમામ ભાવપૂર્ણ પત્રો દાદાના ચરણોમાં અર્પણ કરાયા હતા. મહત્વનું છેકેદાદાને અર્પણ કરાયેલી રાખડીઓમાં આટિર્ફિશિયલ કેમિકલ, કાપડમાંથી બનાવેલી, ઉનમાંથી ગુથીને બનાવેલી, મોરપંખવાળી,બાણ આકારની બનાવેલી,કોડી અને મોતીથી બનાવેલી, ટોન ડેકોરેશન કરેલી, ફૂલવાળી, શ્રીરામના મુખ વાળી ડેકોરેશન,દાદાના ફોટા વાળી,ફુલ મોરપંખ વાળી, લાકડા માંથી બનાવેલી,દાદાના પેન્ટિંગ વાળી, ઘૂઘરી વાળી,ઇન્ડિયા મેપ વાળી ચોખામાંથી બનાવેલીહનુમાન ચાલીસા લખેલી, ગોળ, ચોરસ, લંબચોરસ, લંબગોળ, વગેરેના આકારની રાખડી, ૩ ફુટ વાળી, ૨ ફૂટ કેક ના આકાર વાળી,૧.૫ ફૂટ રામ ભગવાન ફોટા વાળી, ૧.૫ દાદા ના ફોટા વાળી,૧ ફૂટ દાદા ના ફોટા વાળી રાખડીઓમાં ભારે વૈવિધ્ય અને કલાત્મકતા જોવા મળી હતીદેશ-પરદેશ માંથી દાદા માટે બહેનોએ હજારો રાખડી મોકલી છે.