પશ્ચિમ એશિયા યુધ્ધ અને અલનીનોને કારણે ભારતના અર્થતંત્રને રૂા.5 લાખ કરોડનો ફટકો પડશે

પશ્ચિમ એશિયા યુધ્ધ અને અલનીનોને કારણે ભારતના અર્થતંત્રને રૂા.5 લાખ કરોડનો ફટકો પડશે

(એજન્સી)  નવી દિલ્હી,તા.12:
પશ્ચિમ એશિયાઈ કટોકટી વચ્ચે વધતી જતી મોંઘવારી સામાન્ય માણસ અને અર્થતંત્ર બંને માટે પડકાર ઉભો કરી રહી છે. અલ નીનો સાથે મળીને તે વધુ મોટું સંકટ પેદા કરી શકે છે. અહેવાલ અનુસાર ચોમાસા પર ફુગાવા અને અલ નીનોની સંયુક્ત અસરો 2027ના બીજા ત્રિમાસિક ગાળાથી ગ્રાહક માંગને ધીમી કરી શકે છે, જે ભારત પર રૂ.5 ટ્રિલિયન સુધીનો વધારાનો નાણાકીય બોજ લાદવાની શક્યતા દર્શાવે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપો અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે પેટ્રોલ-ડીઝલ, એલપીજી, એફએમસીજી, ડેરી, રસાયણો, ટકાઉ વસ્તુઓ અને ઓટોમોટિવ ક્ષેત્રોના ઉત્પાદનોના ભાવમાં વધારો થયો છે, જેના કારણે ગ્રાહક માંગમાં ઘટાડો થવાની ધારણા છે. વધુમાં, ખાતર, ખાદ્ય અને બળતણ સબસિડીમાં નોંધપાત્ર વધારો થશે અને પેટ્રોલિયમ ઉત્પાદનો પર એક્સાઇઝ ડ્યુટીની આવકમાં ઘટાડો થશે. આ પરિબળો ભારતના અર્થતંત્ર પર રૂ.4-5 લાખ કરોડનો વધારાનો નાણાકીય બોજ લાદવાની ધારણા છે.