૪ ઓકટોબરથી બેંકમાં ચેક તે જ દિવસે ક્લિયર થઈ જશે

૪ ઓકટોબરથી બેંકમાં ચેક તે જ દિવસે ક્લિયર થઈ જશે

(એજન્સી)          મુંબઇ, તા.૨૬:
તા.૪ ઓક્ટોબરથી બેન્કોમાં સેમ-ડે ચેક કલીયરન્સ કરવામાં આવશે. જેને લઈને આરબીઆઈ દ્વારા નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. લોકોના ખાતામાં સેમ-ડે રકમ જમા થવાથી મોટી રાહત થશે. બીજી બાજુ જે જે તે તે દિવસે ખાતામાં નાણા આવવાથી ઉદ્યોગ-ધંધામાં પણ ઝડપથી રોટેશન થઈ શકશે. વર્તમાન સમયમાં બેન્કોમાં ચેક જમા કરાવ્યા બાદ બે દિવસે કલીયર થાય છે.