બિહારના નાલંદામાં શિતળા મંદિરમાં ભાગદોડ આઠ મહિલા શ્રધ્ધાળુઓના કરૂણ મોત
(એજન્સી) નાલંદા તા.૩૧
નાલંદાના મઘડામાં માતા શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડને કારણે ૮ શ્રધ્ધાળુઓના મોત થયા છે. મૃતકોમાં તમામ મહિલાઓનો સમાવેશ થાય છે. ભાગદોડના કારણે ૬થી વધુ લોકો ઘાયલ થયા છે. ભાગદોડ બાદ મંદિર અને હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
૫ાંચ માંથી બે મૃતકોની ઓળખ થઈ છે. ઘાયલોને સારવાર માટે મોડેલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ચૈત્ર મહિનાનો આજે છેલ્લો મંગળવાર છે. આને લઈને મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી.


