Gen Z પ્રદર્શનો પર બોલ્યા RSS ચીફ, હિંસક પ્રદર્શનનો અયોગ્ય, આ રીતે ક્યારેય કોઈને ફાયદો થયો નથી

સંઘ પ્રમુખે કહ્યુ કે જાે દેશમાં સ્થિતિ ખરાબ થાય છે તો બહારની શક્તિઓ હાવી થવાનો પ્રયાસ કરે છે

Gen Z પ્રદર્શનો પર બોલ્યા RSS ચીફ, હિંસક પ્રદર્શનનો અયોગ્ય, આ રીતે ક્યારેય કોઈને ફાયદો થયો નથી
AajTak

(સંપૂર્ણ સમાચાર સેવા) નાગપુર, તા.૩
વિજયાદશમીના કાર્યક્રમમાં RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ભારતના પાડોશી દેશોમાં થયેલી અશાંતિની ઘટનાઓ પર વાત કહી. તેમણે કહ્યુ કે જ્યારે સરકાર લોકો અને તેની મુશ્કેલીથી દૂર રહે છે, તો તેની વિરુદ્ધ પ્રદર્શન થાય છે. પરંતુ તેમણે હિંસક પ્રદર્શનનો અયોગ્ય ગણાવ્યા અને કહ્યું કે આ રીતે ક્યારેય કોઈને ફાયદો થયો નથી. તાજેતરમાં નેપાળમાં Gen Z આંદોલન થયું, જેમાં યુવાઓએ સરકાર વિરુદ્ધ હિંસક પ્રદર્શન કર્યા હતા.
ભાગવતે કહ્યુ, શ્રીલંકામાં, બાદમાં બાંગ્લાદેશમાં, બાદમાં નેપાળમાં. આપણા પાડોશી દેશોએ તેનો અનુભવ કર્યો છે. તંત્ર જનતા પાસે નથી રહેલું, સંવેદનશીલ નથી રહેતું, તેમની નીતિઓ જનતાની આસ્થાને ધ્યાનમાં રાખી ન બને તો અસંતોષ રહે છે. પરંતુ તે અસંતોષને આ પ્રકારે વ્યક્ત કરવો, કોઈના લાભની વાત નથી.
તેમણે કહ્યું જાે આપણે અત્યાર સુધીના ઇતિહાસ પર નજર કરીએ, તો આપણે જાેઈશું કે જ્યારથી કહેવાતી ક્રાંતિઓ થઈ છે જેણે ઉથલપાથલ મચાવી છે, તેમાંથી કોઈએ પણ પોતાના ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા નથી. રાજા વિરુદ્ધ ફ્રેન્ચ ક્રાંતિનું પરિણામ શું આવ્યું? નેપોલિયન રાજા બન્યો. સરકારની એ જ વ્યવસ્થા હજુ પણ ચાલુ છે. ઘણી કહેવાતી સામ્યવાદી ક્રાંતિઓ થઈ છે, અને બધા સામ્યવાદી દેશો હવે મૂડીવાદી વ્યવસ્થા પર ચાલી રહ્યા છે."
સંઘ પ્રમુખે કહ્યુ કે જાે દેશમાં સ્થિતિ ખરાબ થાય છે તો બહારની શક્તિઓ હાવી થવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું- આવા હિંસક પ્રદર્શનોથી ઉદ્દેશ્ય પ્રાપ્ત ન થયો, પરંતુ અરાજકતાની સ્થિતિ દેશની બહારની શક્તિઓને પોતાની રમત રમવાની તક આપે છે. તેથી આપણા પાડોશી દેશોમાં જે ઉથલપાથલ થઈ રહી છે, તે આપણા જેવા છે, તે આપણાથી દૂર નથી. તે આપણા છે. તેમાં આ પ્રકારની અસ્થિરતા થવી, તે આત્મીયતાના સંબંધને કારણે ચિંતાનો વિષય છે.
આ વર્ષે વિજયાદશમી ઉત્સવના અવસર પર આરએસએસ પોતાની સ્થાપનાના સો વર્ષ પૂર્ણ થવાનો જશ્ન મનાવી રહ્યું છે. આ અવસર પર કાર્યક્રમમાં મુખ્ય અતિથી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતા.  
ભાગવતે કહ્યું કે દેશમાં બંધારણીય ઉગ્રવાદી તત્વો છે, પરંતુ સરકારના કડક પગલાં અને નક્સલવાદી વિચારધારાના ખોખાપણ અને ક્રૂરતા પ્રત્યે જાહેર જાગૃતિને કારણે, ઉગ્રવાદી નક્સલવાદી ચળવળને મોટાભાગે નિયંત્રિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ ક્ષેત્રોમાં ન્યાય, વિકાસ, સદ્ભાવના અને સહાનુભૂતિ સુનિશ્ચિત કરવા માટે એક વ્યાપક કાર્ય યોજનાની જરૂર છે.
ભાગવતે કહ્યું કે આર્ત્મનિભર બનીને અને વૈશ્વિક એકતા પ્રત્યે જાગૃત થઈને, આપણે ખાતરી કરવી જાેઈએ કે ર્નિભરતા આપણી મજબૂરી ન બને અને આપણે આપણી ઇચ્છા મુજબ કાર્ય કરી શકીએ. તેમણે સ્પષ્ટ કર્યું કે સ્વદેશી અને આર્ત્મનિભરતાનો કોઈ વિકલ્પ નથી.