ભારતથી અમેરીકા જવાનું વિમાન ભાડુ રૂા.3 લાખ સુધી પહોંચ્યું
નવી દિલ્હી,તા.03:
જો આ વર્ષે ઉનાળુ વેકેશનમાં તમારો અમેરિકા જવાનો પ્લાન હોય અને હજુ સુધી ટિકિટ બુક ના કરાવી હોય તો હવે તમારે બજેટમાં વધારો કરવો પડશે, કારણકે ઈન્ડિયાથી અમેરિકા જવાનું ભાડું આસમાને પહોંચી ગયું છે. ઈરાન વોરને લીધે જેટ ફયુઅલના ભાવમાં જંગી વધારો થવાની સાથે ફલાઈટ્સના શિડ્યૂલ પણ અસ્ત-વ્યસ્ત થઈ ગયા હોવાથી એર ફેર દિવસેને દિવસે વધી રહ્યું હોય તેવી સ્થિતિ છે. ગત જાન્યુઆરીમાં જ 98 હજાર રૂપિયામાં રિટર્ન ટિકિટ બુક કરાવનારા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે તેમને એપ્રિલમાં ફરી એક કોન્ફરન્સ અટેન્ડ કરવા માટે અમેરિકા જવાનું છે પરંતુ છેલ્લે તેમણે ચેક કર્યું ત્યારે ભાડું 1.94 લાખ રુપિયા સુધી પહોંચી ગયું હતું. તેના માત્ર ત્રણ દિવસ પછી તેમના એક પરિચિતે ટિકિટ બુક કરાવતા 2.70 લાખ રૂપિયા ભાડું ચૂકવ્યું હતું.


