ભ્રષ્ટાચારનાં પાપે નાગરીકો ખાડામાં પડયા

આઝાદ ચોક ખાતે ખાડામાં બાઈક સવાર પડી જતા ગંભીર ઈજા પહોંચી

ભ્રષ્ટાચારનાં પાપે નાગરીકો ખાડામાં પડયા

જૂનાગઢ તા.2
જૂનાગઢ શહેરમાં આજે સવારે બનેલા એક બનાવમાં એક બાઈક સવાર પસાર થઈ રહેલ તે દરમ્યાન રોડમાં તેની બાઈક ખુંપી જતાં તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર આઝાદ ચોક વિસ્તારમાં રોડ પર સીમેન્ટનું થીગડુ મારવામાં આવ્યું હતું. અને વરસાદ થતાં જ નીચેથી માટી નીકળી ગયેલ હોય તે દરમ્યાન આજે સવારે એક બાઈક ચાલક ત્યાંથી પસાર થતા હતાં અને અચાનક જ તેની આ બાઈક આ ખાડામાં ઘુસી ગઈ હતી. અને જેને લઈને અકસ્માત સર્જાયો હતો.
દરમ્યાન આ બનાવનાં સ્થળે લોકો આવી ગયા હતાં અને બાઈક સવારને ઈમરજન્સી 108માં સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે. બાઈક સવારનાં માથામાં ઈજા પહોંચી હોવાનું પણ જાણવા મળે છે.
ઉપરાંત તેના હાથ અને પગમાં પણ ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે. આઝાદ ચોક ખાતે કામગીરી સબબ ત્યાં ખોદકામ કરવામાં આવેલ હતું. પરંતુ ખોદકામ કર્યા બાદ સારી રીતે કામગીરી થઈ ન હોવાનાં કારણે અકસ્માત સર્જાય તેવો ભય રહેલો હતો અને જે અંગે મનપા તંત્રને રજુઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ કોઈ અસરકારક કામગીરી ન કરવાનાં કારણે આજે બાઈક સવારને અકસ્માત નડયો હોવાની પણ ચર્ચાઓ છે.