ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં આગામી તા.૧૧થી ૧પ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનાર શિવરાત્રી મેળાને દિવ્ય અને ભવ્ય બનાવવા તડામાર તૈયારી
જૂનાગઢ તા. ૧૭
ભવનાથ તીર્થક્ષેત્રમાં ભવનાથ મહાદેવનાં સાંનિધ્યમાં આગામી તા.૧૧ થી ૧પ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનાર શિવરાત્રી મેળાને દિવ્ય અને ભવ્ય બનાવવા માટે તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે.
ભવનાથ ખાતે દર વર્ષે શિવરાત્રીનો મેળો ભક્તિભાવ પુર્વક યોજવામાં આવે છે. દેશભરમાંથી પધારેલા સંતોના દર્શનનો લ્હાવો લેવા માટે દુર-દુરથી ભાવિકો ઉમટી પડે છે. અહીં આવનારા ભાવિકો શ્રધ્ધાળુઓની સુખ-સુવિધા માટે અનેકવિધ પગલાઓ જીલ્લા વહીવટી તંત્ર અને પ્રશાસન તંત્ર દ્વારા લેવામાં આવે છે. શિવરાત્રીના મેળાનો પ્રારંભ મહાવદ-૯ નાં દિવસે પુરાણ પ્રસિધ્ધ ભવનાથ મહાદેવને ધ્વજારોહણ કરાયા બાદ કરવામાં આવે છે. આ સાથે જ શિવરાત્રીના મેળાનો પ્રારંભ થાય છે. શિવરાત્રીનાં મેળા માટે જ આવતા સંતો, મહંતો, મહામંડલેશ્વર સિધ્ધ જાેગીઓ પણ આ મેળામાં ખાસ ઉપસ્થિત રહે છે. ભવનાથ વિસ્તારમાં જય ગીરનારી, હરભોલેનો ગુંજારવ સતત થતા રહે છે. ભવનાથ મહાદેવ મંદિર તેમજ આસપાસમાં આવેલા સંતો, મહંતોના આશ્રમ, ધર્મસ્થાનોમાં ખાસ સંતોના દર્શન માટે ભાવિકોનો પ્રવાહ રહે છે. આ ઉપરાંત ભવનાથ ક્ષેત્રમાં ધુણા ધખાવી, આસન ગ્રહણ કરતા સંતો, જાેગીઓના દર્શને માનવ મહેરામણ ઉમટી પડે છે. પૂજનીય સંતોના આશ્રમો, ધાર્મિક સ્થળો અને ઉતારાઓમાં રાત્રીના સંતવાણીનાં કાર્યક્રમો યોજવામાં આવે છે. નાના કલાકારથી લઈ મોટા ગજાના કલાકારો પણ શિવરાત્રી મેળામાં ભક્તિરસની સરવાણી વહાવે છે.

દરેક ઉતારા ધર્મસ્થાનો, આશ્રમોમાં ભજન સંધ્યા સંતવાણીનાં કાર્યક્રમો યોજાય છે. ગરવા ગિરનારની છત્રછાયા અને માં અંબાના સતત આશીર્વાદ વરસે છે. તેમજ પૂ.દાતાર બાપુની કૃપા જયાં વરસી રહી છે. તેવો સમગ્ર આ વિસ્તાર પાવન પવિત્ર છે. ગરવા ગિરનાર અને ભવનાથ ક્ષેત્રમાં દર વર્ષે લીલી પરિક્રમાનો મેળો તેમજ શિવરાત્રીનો મહામેળો યોજાઈ છે. અને લાખો ભાવિકો સેવા અને પુણ્યનું ભાથું બાંધવા અને નિજાનંદની મસ્તીમાં લીન્ન થયેલા સિધ્ધ સંતોનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. પરિક્રમા અને શિવરાત્રીના મેળામાં આવનારા લાખો શ્રધ્ધાળુઓને માટે અનેક વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. સંતો, પ્રશાસન તંત્ર, સંબંધીત તમામ વિભાગ, સૌથી મોટું સેવાકીય કાર્ય જેઓનાં શીરે છે તેવા રપ૦થી ૩૦૦ જેટલા ઉતારામાં અહીં આવનારા ભાવિકો માટે પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. સંતોના સાંનિધ્યમાં ચાલતા અન્નક્ષેત્ર સદાવ્રત તો ખરાજ જેમાં ભાવિકોને પ્રેમથી પ્રસાદ આપવામાં આવે છે. જયારે વર્ષો થયા ઉતારાઓની વ્યવસ્થા કરનારા જ્ઞાતિ, સમાજાેના ઉતારા મંડળ દ્વારા રપ૦થી ૩૦૦ જેટલા ઉતારામાં પણ ભાવિકો માટે પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ જ્ઞાતી, સમાજ દ્વારા પણ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. અને સેવાકીય મંડળો દ્વારા પણ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. ટુંકમાં ભક્તિની સાથે સાથે આતીથ્યની ભાવના સેવાકીય પ્રવૃત્તિ અને તેમાં સિધ્ધ સંતોના દર્શનનો લ્હાવો એટલે સોનામાં સુગંધ ભળે છે. શિવરાત્રીનાં મેળાને ભજન, ભોજન અને ભક્તિનાં ત્રિવેણી સંગમ ગણવામાં આવે છે. શિવરાત્રીનાં મેળાની પરાકાષ્ઠા શિવરાત્રીના દિવસે હોય છે. શિવરાત્રીનાં દિવસે દિગમ્બર સાધુઓની રવાડી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે. શ્રી પંચ દશનામ જુના અખાડા, શ્રી અગ્નિ અખાડા, શ્રી આહવાન અખાડા, નિર્મોહી અખાડા સહીતનાં વિવિધ અખાડાના સંતોની ભવ્ય રવાડી નીકળે છે. અને તેમાં દિગમ્બર સાધુઓની રવાડી પણ સામેલ હોય છે. રવાડીનાં દર્શન માટે ભાવિકો ઉમટી પડે છે. નિર્ધારીત સમયે રવાડી ભવનાથ ખાતે પહોંચે છે. અને જયાં મૃગીકુંડમાં સંતોના શાહી સ્નાન સાથે ભવનાથ મહાદેવની મહાપૂજા, આરતી સાથે શિવરાત્રી મેળાની પુર્ણાહુતી થાય છે. શિવરાત્રીનાં મેળાને અતિ ભવ્ય બનાવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
|
શિવરાત્રીનો મેળો વિશ્વ કક્ષાએ આગવું સ્થાન પ્રાપ્ત કરે તેવો સરકારનો અભિગમ જૂનાગઢ તા.૧૭ |


