માણાવદરના રસાલા ડેમમાં આવેલા પુલમાં સેફ્ટી ગ્રિલ નાખવામાં બેદરકારી મોતનું કારણ બનશે
(પ્રતિનિધિ દ્વારા)
માણાવદર તા.ર૭
માણાવદરમાં રસાલા ડેમમાં બાગ દરવાજાથી બાંટવા હાઈવેને જોડતો પુલ પૂર હોનારતમાં સેફ્ટી ગ્રિલ તૂટી ગઈ એક વર્ષ પછી પણ આ ગ્રિલ નાખવાનો ટાઈમ માણાવદર પાલિકા તંત્રને નથી. આ પુલ બધી રીતે ઉપયોગી છે ટૂંકો રસ્તો છે બે સોસાયટી રહેવાસી અને ગામ તળને જોડતો પુલ આ પુલમાંથી સ્કૂલના વિદ્યાર્થીનાના વાહન ચાલકો, નાગરિકો પસાર થાય છે પણ પુલની બને બાજુની સેફ્ટી ગ્રિલના હોય પસાર થવામાં જાનનું જોખમ છે. આ પુલની સેફ્ટી ગ્રિલ તેમાં જ પડી હતી જે કોય લઇ ગયું હજી બે ગ્રિલ છે બાકીની ગ્રિલ ગોતી આમ જનતાના હીતમાં પુલની સેફ્ટી ગ્રિલ નાખવા લોક માંગ ઉઠવા પામી છે. ગ્રિલ વગર મોતનું તાંડવ ખેલાશે તેવી શક્યતા છે.


