માણાવદર તાલુકાનાં 56 ગામના ખેડૂતો ડિઝલ લેવા લાઈનો લાગી
(પ્રતિનિધિ દ્વારા) માણાવદર, તા.21
માણાવદરમાં ફરી એકવાર કોરોના કાળની યાદ આપવી દે તેવી લાઈનો લાગી છે. વહેલી સવારથી જ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ લેવા અસંખ્ય ખેડૂતો ઉમટી પડતા જાેવા મળ્યા હતા તેમાં શહેરમાં પેટ્રોલ પંપ ખોટકાતા ડીઝલ મળતું બંધ થયું હતું. ત્યારે સરકાર પૂરતા પ્રમાણમાં ડીઝલ જથ્થો ફાળવે અને ખેડૂતોને લાઈનમાં ઊભા રહેવામાંથી બચાવે ખેડૂતો ખેતી કરે કે ડીઝલ લેવા લાઈનમાં ઊભે જાે ડીઝલ લેવા ઊભે તો ખેતી કોણ કરશે ? એક બાજુ ચોમાસું આવી ગયું સમજાે ખેતર નવા પાક માટે ત્યાર કરવું પડે છે તેની સામે જરૂરી ડીઝલ જથ્થો મળતો નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. ડીઝલ ન વાંકે હાલ આધુનિક ખેતી ટ્રેક્ટરોથી કેમ કરવી ? ટ્રકોમાં ફુ મળે તો ખેડૂતોને લાઈન મળવું જાેઈએ. ડીઝલ વિના તમામ મશીનરી બંધ થઈ જાય છે ટ્રેકટર, ડીઝલ ખેતી મશીન જેવા સાધનો ચાલી શકે તેમ નથી જાે આ જથ્થો ફાળવે નહીં તો સીધી ખેતી પાક ઉપજ ઉપર અસર થશે માટે ખેડૂતો સહિત તમામ લોકો ઇચ્છે છે કે પૂરતો જથ્થો ફાળવે તેમજ કૃત્રિમ તંગી ઉભી કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.


