મંદિર, સ્મશાન, પીવાના પાણીના સ્ત્રોત તમામ હિન્દુઓ માટે ખુલ્લા હોવા જાેઈએ : મોહન ભાગવત
(એજન્સી) નવી દિલ્હી તા.૦૧ :
આગામી સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હવે સામાજીક એકરસતા ભણી જઈ રહ્યું હોવાના શતાબ્દી વર્ષના સંકલ્પમાં પણ દર્શાવ્યા બાદ પ્રથમ વખત સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે એક મહત્વના વિધાનમાં દેશમાં મંદિરો-સ્મશાનઘાટ તથા પાણીના સ્ત્રોતો તમામ હીન્દુઓ માટે
ખુલ્લા હોવા જોઈએ તેવું જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યુ કે આપસના સંઘર્ષ કરતા હિન્દુ સમાજે એકતા દર્શાવવી જરૂરી છે.
મોહન ભાગવતે કહ્યું કે લોકોને તેની જ્ઞાતિ-જાતિના આધારે ઓળખવાની જરૂર નથી કે તેની સંપતિ-ધર્મના આધારે પણ નહી પણ દરેકને પોતાના તરીકે ઓળખો, એવું જ માનો કે સમગ્ર દેશ તમારો જ છે.
તેઓએ સામાજીક સત્યના આધારે ધર્માન્તરને જોવાનો અનુરોધ કર્યો હતો. તેઓએ સામાજીક ટેકા અને સન્માન સાથે તેઓને પુન: હિન્દુ ધર્મમાં સમાવવા, મંદિર સંચાલનમાં તમામ વર્ગને સાથે લેવા અને હિન્દુત્વને વિવિધતામાં એકતા તરીકે જોવાનો અનુરોધ કર્યો હતો.


