રાજકીય પક્ષોને મળવાની ચૂંટણી પંચની નિશ્ચિત પ્રક્રિયા છે : સ્પષ્ટતા કરાઈ

રાજકીય પક્ષોને મળવાની ચૂંટણી પંચની નિશ્ચિત પ્રક્રિયા છે : સ્પષ્ટતા કરાઈ

(એજન્સી)      નવી દિલ્હી તા.૭:
‘SIR‘ મુદે ચુંટણી પંચ સામે ગઈકાલે વિપક્ષના ઘેરાવ-ધરણામાં પંચની ઓફીસથી ફકત ૩૦૦ મીટર દુર જ ધરણા કરીને મુખ્ય ચુંટણી કમિશ્નરને મળવા અને તેઓની વાત સાંભળે તેવા હઠાગ્રહમાં ચુંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે વિપક્ષનો આગ્રહ હતો કે ૨૫૦ સાંસદોને તેઓ મળે જે શકય ન હતુ.
મુખ્ય ચુંટણી કમિશ્નર જ્ઞાનેશકુમાર સામે ધરણા પ્રદર્શન કરી રહેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધી- પ્રિયંકા ગાંધી સહિતના સાંસદો કાર્યકર્તાઓને રાત્રીના દિલ્હી પોલીસે બળજબરીપુર્વક હટાવી આકાશવાણી સંકુલ ખાલી કરાવ્યું હતું અને તમામની અટકાયત કરી મોડીરાત્રીના મુક્ત કરવામાં આવ્યા હતા.
રાહુલ સહિતના સાંસદોની જીદ હતી કે મુખ્ય ચુંટણી કમિશ્નરે તેમને મળવું જોઈએ અને તેઓ જે વાત રાખવા માંગતા હતા તે સાંભળવી જોઈએ પણ ચુંટણીપંચે તેના પર પ્રથમ પ્રતિભાવ આપતા જણાવ્યું કે બપોરના ૪ વાગ્યા સુધી રાજકીય પક્ષોએ તેમના અધિકૃત પ્રતિનિધિ મારફત મળવાનો સમય જ માંગ્યો ન હતો.