રાજસ્થાનમાં આગામી ૧૦ દિવસમાં મોટા આંદોલનની કોકરોચ જનતા પાર્ટી દ્વારા જાહેરાત

રાજસ્થાનમાં આગામી ૧૦ દિવસમાં મોટા આંદોલનની કોકરોચ જનતા પાર્ટી દ્વારા જાહેરાત

જયપુર તા.૧૩
રાજસ્થાનમાં પોલીસ દ્વારા વિદ્યાર્થી અને સામાજિક કાર્યકરો પર કથિત નજરકેદ, અટકાયત અને હુમલાના વિરોધમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) એ આગામી ૧૦ દિવસમાં મોટા આંદોલનની જાહેરાત કરી છે. સીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા દીપક બાલિયાને જયપુરમાં એક પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો હતો કે રાજસ્થાન પોલીસે દિલ્હીમાં પાર્ટીના કાર્યકરોને વિરોધમાં ભાગ લેતા અટકાવવા માટે કાર્યવાહી કરી હતી અને તેમના પરિવારોને પણ હેરાન કર્યા હતા.