રશિયાનું અત્યંત આધુનિક વિમાન ઈરાન પહોંચ્યું યુધ્ધમાં નવો વળાંક : અમેરીકા માટે ચિંતા
(એજન્સી) નવી દિલ્હી તા.14
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય તનાવ વચ્ચે રશિયાએ પોતાનું સૌથી સુરક્ષિત અને આધુનિક હવાઈ કમાન્ડ વિમાન TU-214 PU (ડૂમ્સ કે પ્લેન) તહેરાન મોકલ્યું છે. ફલાઈટ ટ્રેકીંગ ડેટાના રિપોર્ટ મુજબ વિમાન મોસ્કોના વનુકોવો આંતરરાષ્ટ્રીય વિમાન મથકેથી રવાના થયુ છે.
આ વિમાન રશિયાના ટોચના નેતૃત્વ માટે એક મોબાઈલ કમાન્ડ સેન્ટર તરીકે કાર્ય કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે રાષ્ટ્રપતિની યાત્રા અને હાલતા-ચાલતા સરકારી કાર્યોમાં સહાયતા માટે સમપિર્ત રેડિયો અને સંચાર સીસ્ટમથી સજજ છે. રક્ષા વિશેષજ્ઞોનું માનવું છે કે આ વિમાનની ઈરાનમાં હાજરી માત્ર કૂટનીતિક સંયોગ નથી, બલ્કી વૈશ્વિક રાજનીતિમાં એક મોટા ફેરફારનો સંકેત છે. રાજકીય નિષ્ણાંતોના મતે જો રશિયા અને ઈરાન વચ્ચે સૈન્ય સહયોગ વધુ મજબૂત થાય છે તો તે અમેરિકા માટે ચિંતાની વાત બની શકે છે. જો કે માત્ર એક વિમાન ઈરાન પહોંચી જવાથી એમ ન કહી શકાય કે યુદ્ધની ભાષા બદલી જાય છે.


