રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિંહ દર્શન કરવા રવાના સિંહ સદનમાં રાત્રી રોકાણ 

દ્રૌપદી મુર્મુ સાસણની મુલાકાત લેનારા ચોથા રાષ્ટ્રપતિ, ગીર વસવાટ કરતા આદિવાસીને મળશે; સિંહ સદનમાં રાત્રી રોકાણ 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  સિંહ દર્શન કરવા રવાના સિંહ સદનમાં રાત્રી રોકાણ 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે પ્રવાસના બીજા દિવસે આજે સવારે દ્વાદ્વશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે સોમનાથના ત્રિવેણી હેલિપોર્ટ ખાતે તેમનું ભાવભીનું સ્વાગત કરાયું હતું.

સોમનાથ મંદિરના દર્શનપૂર્વે મંદિરના પરિસર ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. સોમનાથ મંદિરના દર્શન કર્યા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બપોરે 4 વાગ્યા આસપાસ સાસણ ગીર ખાતે આવેલ સિંહ સદન પહોંચ્યા હતા. જ્યાં અડધો કલાક રોકાયા બાદ સિંહ દર્શન કરવા રવાના થયા હતા. દ્રૌપદી મુર્મુ નેશનલ પાર્ક અને વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીના સફારી પાર્ક ની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ કુદરતી વાતાવરણમાં એશિયાઈ સિંહોના દર્શન કરશે. ત્યારબાદ સ્થાનિક માલધારીના સમુદાઈના સભ્યો સાથે મુલાકાત કરશે અને તેમની સાથે વાર્તાલાપ કરશે. તેમના જીવન, પરંપરાઓ અને પડકારો વિશે જાણકારી મેળવશે. રાત્રીરોકાણ સાસણ ખાતે આવેલ સિંહ સદનમાં જ કરશે. ત્યારબાદ આવતી કાલે દ્વારકા જવા રવાના થશે.