વિધાનસભાના ત્રિ-દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ
ગંભીરા બ્રિજ દુર્ઘટનાને મામલો વિધાનસભામાં ગાજ્યો : સરકારે રર ના મોત થયા હોવાનું સ્વીકાર્યું
(બ્યુરો) ગાંધીનગર તા.૦૮
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. સત્રની શરૂઆત પ્રશ્નોતરી કાળથી થઈ છે. પ્રશ્નોત્તરી કાળ બાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે. તારીખ ૯ અને ૧૦ના રોજ વિધાનસભામાં પ્રશ્નોતરી અને અન્ય કામકાજ ઉપરાંત ૫ાંચ વિધેયક રજૂ કરાશે. ઓપરેશન સિંદુરની સફળતાના પગલે આ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવશે. સત્ર દરમિયાન કુલ ૫ વિધેયક રજૂ કરાશે દરમ્યાનમાં આ લખાઈ રહ્યું છે ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો વિધાનસભામાં ગાજ્યો છે. સરકારે સ્વીકાર્યું છે કે, આ દુર્ઘટનામાં રર લોકોના મોત
થયા છે. આ દુર્ઘટના મામલે
વિપક્ષ સરકારને ઘેરી રહ્યો છે.


