રાહુલ ગાંધીએ કહ્યુ “કાંતો પબ્લીશર ખોટુ બોલે છે અથવા જનરલ નરવણે !!”
(એજન્સી) નવી દિલ્હી તા.૧૦
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર જનરલ નરવણેના પુસ્તક અંગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. રાહુલે કહ્યું, "કાં તો નરવણે સાહેબ પર વિશ્વાસ કરો અથવા પેંગ્વિન પર વિશ્વાસ કરો." હું ફક્ત જનરલ નરવણે પર જ વિશ્વાસ કરીશ.
રાહુલ ગાંધીએ ભૂતપૂર્વ આર્મી ચીફ એમ.એમ. નરવણેની એક પોસ્ટનો ઉલ્લેખ કર્યો. તેમણે નરવણેની પોસ્ટ વાંચી. રાહુલે કહ્યું કે નરવણેએ ઠ પર લખ્યું હતું, “નમસ્તે મિત્રો... મારું પુસ્તક હવે મળે છે, લિંકને ફોલો કરો.” હવે ખરો મુદ્દો એ છે કે, કાં તો નરવણે જૂઠું બોલી રહ્યા છે, અથવા પેંગ્વિન પબ્લિસિંગ જૂઠું બોલી રહ્યું છે. પણ મને ભૂતપૂર્વ આર્મી ચીફ પર વિશ્વાસ છે. રાહુલે કહ્યું- પેંગ્વિન કંઈક બીજું કહી રહ્યું છે.
તેઓ કહી રહ્યા છે કે પુસ્તક પ્રકાશિત થયું નથી, ભલે તે એમેઝોન પર મળે છે અને જનરલ નરવણેએ પોતે તેના વિશે પોસ્ટ કરી છે.


