શ્રી અનંત અંબાણીએ પવિત્ર તિરુમાલા મંદિરે કેશ સમર્પણ કર્યુ, સુપ્રભાત સેવામાં ભાગ લીધો

શ્રી અનંત અંબાણીએ પવિત્ર તિરુમાલા મંદિરે કેશ સમર્પણ કર્યુ, સુપ્રભાત સેવામાં ભાગ લીધો

તિરુમલા, 29: 
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અનંત અંબાણીએ રવિવારે વહેલી સવારે તિરુમલામાં ભગવાન શ્રી વેંકટેશ્વરના પવિત્ર ધામમાં દર્શન કરી પ્રાર્થના કરી અને પોતાની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનો પુન: પ્રત્યય આપ્યો. શ્રી અનંત અંબાણી રાત્રે આશરે 1 વાગ્યે તિરુમલા પહોંચ્યા હતા અને તેમણે ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી પ્રત્યે સમર્પણ અને ભક્તિના પ્રતિકરૂપે પોતાની કેશ સમર્પિત કરવાની સદીઓ જૂની પરંપરાનું પાલન કર્યું. 
દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પવિત્ર પરંપરાનું અનુસરણ કરે છે.  તેમની આ મુલાકાત એ વાતનો સંદેશ આપે છે કે દુનિયા ભલે કેટલી પણ બદલાય, પરંતુ શ્રદ્ધા અને પોતાના મૂળ સંસ્કારો હંમેશા અડગ રહે છે.
આશરે સવારે 3:30 વાગ્યે શ્રી અનંત અંબાણીએ પવિત્ર સુપ્રભાત સેવામાં ભાગ લીધો, જે ભગવાનના પ્રાત:કાળીન જાગરણનો વિધિપૂર્વકનો ધાર્મિક કાર્યક્રમ છે. 
દર્શન બાદ મંદિરના વૈદિક પંડિતોએ તેમને વૈદિક આશીર્વાદ આપ્યા, જ્યારે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (્ડ્ઢ)ના એક્ઝિક્યુટિવ ઓફિસરે તેમને પવિત્ર સ્મૃતિચિહ્ન અને પ્રસાદ અર્પણ કર્યો.