સોના-ચાંદીનાં કડાકાએ સુનામી સર્જી : ચાંદીમાં રૂા.૧.ર૯ લાખ-સોનામાં રૂા.૩૩૦૦૦નો ઘટાડો

સોના-ચાંદીના ઈતિહાસમાં થયેલો સૌથી મોટો કડાકો : ર૪ કલાકમાં ૬.૩ ટ્રીલીયન ડોલરનું ધોવાણ

સોના-ચાંદીનાં કડાકાએ સુનામી સર્જી : ચાંદીમાં રૂા.૧.ર૯ લાખ-સોનામાં રૂા.૩૩૦૦૦નો ઘટાડો

(બ્યુરો)            રાજકોટ, તા. ૩૧
સોના-ચાંદીના ભાવોમાં છેલ્લા દિવસોમાં જે અભુતપૂર્વ તેજી થઇ હતી તેનાથી બમણી ગતિએ કડાકો સર્જાયો હતો. ઇતિહાસમાં કયારેય ન થયો હોય તેવો જંગી કડાકો સોના અને ચાંદીમાં નોંધાયો હતો અને તેના કારણે માત્ર ર૪ કલાકમાં જ ૬.૩ ટ્રીલીયન ડોલરનું ધોવાણ થયું હતું. ઇતિહાસનું આ સૌથી મોટુ ધોવાણ ગણવામાં આવે છે. 
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ અને બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં તિવ્ર ઘટાડો જોવા મળ્યો છે. બજાર વિશ્લેષકોની પરપોટા ફૂટવાની આગાહી સાચી સાબિત થઈ છે. શુક્રવારે કિમતી ધાતુઓ માટે ઐતિહાસિક ઘટાડો થયો હતો. ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂા.૧ લાખથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે સોનામાં પણ એક જ ઝટકામાં રૂા.૩૩,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામનો ઘટાડો થયો હતો.
શનિવારના રોજ પણ સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સોના અને ચાંદીમાં આવી રહેલી આ ક્રેશ જેવી પરિસ્થિતિએ રોકાણકારોને ચિતામાં મૂકી દીધા હતા. હકીકતમાં, ગુરુવારે, સ્ઝ્રઠ પર ચાંદીના ભાવ પ્રતિ કિલો રૂા.૪,૨૦,૦૦૦ ની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. તે હવે ઘટીને  રૂા.૨,૯૧,૦૦૦ પ્રતિ કિલો થઈ ગયા છે. તેનો અર્થ એ છે કે ચાંદીના ભાવ ૨૪ કલાકમાં રૂા.૧,૨૯,૦૦૦ ઘટ્યા છે. તેવી જ રીતે, સ્ઝ્રઠ પર સોનાના ભાવ, જે પ્રતિ ૧૦ ગ્રામ રૂા.૧,૮૩,૯૬૨ની નજીક પહોંચ્યા હતા, તે હવે ઘટીને ુરૂા.૧,૫૦,૮૪૯ પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગયા છે. આનો અર્થ એ છે કે સોનાના ભાવમાં પણ આશરે રૂા.૩૩,૧૧૩નો ઘટાડો થયો છે.