સોમનાથ સુરક્ષા પોલીસ તંત્રે ‘મે આઈ હેલ્પ યુ’ સુત્ર સાર્થક કર્યુ

સોમનાથ સુરક્ષા પોલીસ તંત્રે ‘મે આઈ હેલ્પ યુ’ સુત્ર સાર્થક કર્યુ

(પ્રતિનિધી દ્વારા)
પ્ર.પાટણ તા.૩૧
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલ મહારાષ્ટ્રના આકોલા જીલ્લાના પનાજ ગામના મહિલા નિર્મલાબેન અનંરાવ તાવે સભાખંડમાં મંદિરના પગથીયા પાસે પગ લપસતા પડી ગયેલ જેને ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા અને મંદિર સુરક્ષા પોલીસ ઈન્સ્પેકટર ઉદય રાવલના માર્ગદર્શન હેઠળ મંદિર સુરક્ષા પોલીસ સ્ટાફે તુરત જ તે માજીને ગોલ્ફ કારમાં લઈ જઈ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં તુરત જ દવાખાને દાખલ કરી તેની સાથે પરિવારજનની જેમ રહી ગુજરાત પોલીસનું ગૌરવવંતુ સુત્ર મે આઈ હેલ્પ યુ સુત્ર સાર્થક કર્યુ. માજીને પડતા કમરના ભાગે વાગેલ હતું. તેના પરિજનોએ ગુજરાત ગીર સોમનાથ પોલીસનો આભાર માની પોલીસનો માનવતાવાદી અભિગમની પ્રસંશા કરી.