હોર્મુઝ બાદ હવે બીજા ઓઈલ રૂટ પર સંકટ : હુતી વિદ્રોહીઓએ બાબ-અલ-મંદેબ પર કબ્જાે કર્યો
સના તા.૧૨
હોર્મુઝ સ્ટ્રેટ પછી હવે વધુ એક દરિયાઈ ઓઇલ રૂટ બાબ અલ-મંદેબ સ્ટ્રેટ સંકટમાં છે. યમનના હુતી વિદ્રોહીઓએ અહીં કબજાની જાહેરાત કરી છે. બાબ-અલ-મંદેબ એશિયા અને યુરોપ વચ્ચે જહાજોની અવરજવર માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે.
હુતી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ કહ્યું કે સાઉદી સર્મથિત સેનાઓએ બાબ અલ-મંદેબની વચ્ચે આવેલા પેરિમ દ્વીપ પરથી નિયંત્રણ ગુમાવી દીધું છે. હવે તેમનો ૫,૪૦૦ ચોરસ કિમી વિસ્તાર પર કબજો થઈ ગયો છે.
હુતી પ્રવક્તાએ કહ્યું કે આ સ્ટ્રેટમાંથી સાઉદી અરબને છોડીને, બાકીના બધા દેશોના જહાજોને પસાર થવાની મંજૂરી છે. હુતી વિદ્રોહીઓનું કહેવું છે કે સાઉદી અરબે તેમની આર્થિક નાકાબંધી કરી રાખી છે.


