Browsing: Breaking News

Breaking News
0

ગીર સોમનાથ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા દરેક પ્રજ્ઞાપીઠ ગાયત્રી પરિવારની શાખાઓમાં ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવશે

ગીર-સોમનાથ ગાયત્રી પરિવાર દ્વારા દરેક શક્તિપીઠ તથા પ્રજ્ઞા પીઠ તથા ગાયત્રી પરિવારની શાખાઓમાં ગુરૂપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કરવામાં આવશે. શાંતિકુંજ હરિદ્વારના તત્વાવધાનમાં વેદમુર્તિ તપોવનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી એવમ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર સ્થળોએ જુગાર દરોડામાં છ મહિલાઓ સહિત ૨૭ શખ્સો ઝડપાયા ઃ રૂપિયા ૨.૧૬ લાખનો મુદ્દામાલ કબજે ખંભાળિયાના સુમરા તરઘડી ગામે ધમધમતા જુગારધામમાંથી સાત શખ્સો ઝબ્બે ખંભાળિયા પંથકમાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ ઈન્ચાર્જ પી.આઈ. વી.બી. પિઠીયા દ્વારા ગુરૂવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, સામતભાઈ ગઢવી તેમજ યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી, ખંભાળિયાથી આશરે આઠ કિલોમીટર દૂર સુમરા તરઘડી ગામની સીમમાં આસા સામરા લુણા (રહે. શક્તિનગર)ની કબજા ભોગવટાની વાડીમાં આવેલા મકાનમાં બહારથી માણસો બોલાવી અને જુગાર રમવા માટેના સાધનો, સગવડો પૂરી પાડી, પોતાના અંગત આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવીને રમાડાતા જુગારમાંથી પોલીસે આસા સામરા લુણા, ધવલ હરિભાઈ માયાણી, માડી ગામના ખીમાણંદ ધના જામ, ગાયત્રીનગરના લખુ મહેશ માયાણી, જડેશ્વર ટેકરી પાસે રહેતા રામ પબુ રૂડાચ, ગાયત્રીનગરમાં રહેતા મિલન લીરાભાઈ નકુમ અને મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા રાયદે અરજણ શાખરા નામના કુલ સાત શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા ૬૦,૫૦૦ રોકડા તથા રૂપિયા ૫૦ હજારની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૧,૧૦,૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી. મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં એલસીબી પોલીસે ગુરુવારે સાંજના સમયે જુગાર દરોડો પાડી, અજુભા લખમણભા ભાયા નામના શખ્સના રહેણાંક મકાન નજીકથી જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી, પૈસાની હારજીત કરતા અજુભા લખમણભા ભાયા, ભારત ગોવિંદ ટાંક, હીનાબેન મનોજ નાયાણી, પાલુબેન વીરાભા માણેક, જસુબેન સુરાભા કેર, જેઠુબેન લખમણભા ભાયા અને આસુબેન નાથભા સુમણીયાને ઝડપી લીધા હતા. આ જુગારીઓ પાસેથી પોલીસે રૂપિયા ૫૦,૧૫૦ રોકડા તથા રૂપિયા ૧૧,૦૦૦ ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૬૧,૧૫૦ નો મુદ્દામાલ કરજે કરી, મીઠાપુર પોલીસમાં નોંધાવવામાં આવ્યો છે. ઓખાના ભૂંગા વિસ્તારમાંથી એલસીબી પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ગંભીરભા લખમણભા માણેક, ડાડુભા ભીખાભા માણેક નવઘણભા બાલુભા સુમણીયા, જુસબ ઈસ્માઈલ કુરેશી, અબ્દુલ ફકીરમામદ ચના, લતીફ ઈશાક સોઢા અને હુસેન નુરમામદ ચાવડાને ઝડપી લઈ, રૂપિયા ૨૧,૪૮૦ રોકડા તથા રૂપિયા ૧૦,૫૦૦ ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૩૧,૯૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અન્ય એક કાર્યવાહીમાં ઓખા મરીન પોલીસે ક્રિકેટ ગ્રાઉન્ડની સામેના ભાગેથી કરીમ દાદાઅલી મોદી, પ્રેમજી બચુભાઈ લોઢારી, અનવર યુસુફ સૈયદ, જીકર ઈસ્માઈલ બોલીમ અને સંજય ગોવિંદ ખારવાને ઝડપી લઇ, રૂપિયા ૧૧,૭૦૦ નો મુદ્દામાલ કબજે કરી, ગુનો નોંધ્યો હતો.

ખંભાળિયાના સુમરા તરઘડી ગામે ધમધમતા જુગારધામમાંથી સાત શખ્સો ઝબ્બે ખંભાળિયા પંથકમાં સ્થાનિક પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ ઈન્ચાર્જ પી.આઈ. વી.બી. પિઠીયા દ્વારા ગુરૂવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફના હેમતભાઈ નંદાણીયા,…

Breaking News
0

ખંભાળિયામાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન કાર્યક્રમ યોજાયો : જળ બચાવવા સંયુક્ત પ્રયાસો હાથ ધરાશે

પાણીની સમસ્યા તેમજ સંગ્રહ સંદર્ભે ઉપસ્થિતોને માર્ગદર્શન અપાયું ખંભાળિયામાં આવેલા નગરપાલિકાના યોગ કેન્દ્ર હોલ ખાતે ગુરુવારે સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન કાર્યક્રમ અંતર્ગત ખંભાળિયા તાલુકાના પાણી અને ખેતીની સમસ્યા નિવારણ માટે છૂટાછવાયા…

Breaking News
0

ખંભાળિયાના તલાટી સ્વ. પ્રવીણભાઈ બામરોટીયાના પુત્ર નિકુંજ બામરોટીયાનું અવસાન : રવિવારે બેસણું

મૂળ લોએજ (તા. માંગરોળ)ના સ્વ. પ્રવીણભાઈ કે. બામરોટીયા (તલાટી કમ મંત્રી)ના પુત્ર નિકુંજભાઈ (ઉ.વ. ૩૫, હાલ અમદાવાદ) તે એચ.કે. બામરોટીયા (એડવોકેટ, ખંભાળિયા) અને કિશોરભાઈ બામરોટીયાના ભત્રીજા તેમજ અમૃતાબેન, વરૂણભાઈ, સાવનભાઈ…

Breaking News
0

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરાની શ્રમિક બસેરા યોજનાની સતર સાઇટોનું ખાતમૂહુર્ત કરશે

આજે ૧૮ જુલાઇના રોજ મુખ્યમંત્રી જગતપુરથી કરશે પ્રતિકાત્મક ખાતમૂહુર્ત : શ્રમિક બસેરા યોજના હેઠળ બાંધકામ શ્રમિકોને વ્યક્તિદીઠ પાંચ રૂપિયાના ટોકનદરે ભાડાના હંગામી આવાસ : મુખ્યમંત્રીના હસ્તે શ્રમિક બસેરા યોજનાના પોર્ટલનું…

Breaking News
0

રવિવારે ભવનાથના કાશ્મીરી બાપુ આશ્રમમાં ગુરૂપૂર્ણિમા ઉજવાશે

જૂનાગઢના ભવનાથ આવેલા આમકુ દાતારેશ્વર મહાદેવ(કાશ્મીરી બાપુ આશ્રમ)માં રવિવારે ગુરૂપૂર્ણિમાં પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આમાં સવારે ગુરૂ સમાધી પૂજન, બપોરે ભોજન અને રાત્રિના સંતવાણીના કાર્યક્રમો યોજાશે. આ અંગે ભવનાથ…

Breaking News
0

શુક્રવારથી જયાપાર્વતી વ્રતનો પ્રારંભ

તારીખ ૧૯ જુલાઈ અષાઢ શુદ તેરસને શુક્રવારથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થશે. આ વ્રત પાંચ દિવસ રહેવાનું હોય છે. આ વ્રતમાં કુંવારી બહેનો પાંચ દિવસ મોળું જમીને વ્રત રહેશે. આખો…

Breaking News
0

સ્વામીનારાયણ મંદિર લોએજ ખાતે ગુરૂપૂર્ણિમા ઉજવાશે

સ્વામીનારાયણ મંદિર લોએજ ખાતે સ્વામીનારાયણ મહીલા મંદીર, મહીલા સત્સંગ સમાજ વતી પ.પૂ. સાંખ્યાયોગી બા ભાનુબેન તથા સમગ્ર સાંખ્યાયોગી બહેનો (શિષ્ય મંડળ) દ્વારા ગુરૂપૂર્ણિમાનું તા. ર૧-૭-ર૪નાં રોજ આયોજન કરવામાં આવેલ છે.…

Breaking News
0

કોડીનાર તાલુકાના ડોળાસા ગામનો બાયપાસ વાહન આવન-જાવન માટે ખૂલ્લો મૂકયો : ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવ્યો

કોડિનાર તાલુકાના ડોળાસા ગામે લાંબા સમયમાં ઇન્તજાર બાદ ફોર ટ્રેક રોડનો બાયપાસ વિધિવત ચાલુ કરી દેવાતા ડોળાસા ગામની ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવ્યો છે. ડોળાસા ગામે છેલ્લા પાંચ વર્ષથી બાયપાસનું કામ…

Breaking News
0

વેરાવળ સિવિલ હોસ્પીટલ ખાતેથી અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને ‘દિવ્યાંગ પ્રમાણપત્ર’ વિતરણ કરાયા

પહેલા તબક્કામાં ૫૩ દિવ્યાંગ બાળકોને ‘દિવ્યાંગ પ્રમાણપત્ર’ આપવામાં આવ્યા ગીર સોમનાથ કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શાળાઓમાં અભ્યાસ કરતાં દિવ્યાંગ બાળકો માટે ‘દિવ્યાંગતા પ્રમાણપત્ર’ સરળતાથી નીકળી શકે તે માટે વેરાવળ…

1 34 35 36 37 38 1,354