Browsing: Breaking News

Breaking News
0

રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા ૧પ૦ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા વિદ્યાર્થી ભુવન ગાંધીગ્રામ ખાતે પુ. મુક્તાનંદબાપુના આર્શીવાદ ધો.૧થી ૧રના સમારંભ યોજાયો હતો. જેમાં ૧પ૦થી વધુ વિદ્યાર્થીઓને પુ. નિલકંડ ચરણ દાસજી સ્વામી, પુ. જાેષી બાપા, શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ, માજી ધારાસભ્ય ભીખાભાઈ જાેષી, પત્રકાર વિનુભાઈ જાેષી સહિત સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે પ્રમાણપત્ર, શિલ્ડ આપી સન્માનીત કરાયા હતા. જેમાં કેન્દ્રીય વિદાલય જૂનાગઢ ખાતેથી ધો.૧૦માં ૭૭ ટકા મેળવવાની સાથે મૌલિક કુમાર મહેતાએ સમાજને સેવાના રૂપમાં કંઈક શ્રેષ્ઠ આપવાના ઉમદા લક્ષ્ય સાથે ધો.૪થી શરૂ કરીને ૭ વર્ષની સતત મહેનતના ફળ સ્વરૂપે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડની સફરમાં ક્રમશ તમામ સોપાનો સર કરીને ગુજરાત રાજયના અમદાવાદ રીજીયનની ૪૭ કેન્દ્રીય વિદ્યાલયમાંથી પસંદગી પામેલ કુલ ૧૦૦ સ્કાઉટમાંથી રાજય પુરસ્કાર કેમ્પમાં રાજયકક્ષાએ પ્રથમ ક્રમાક મેળવી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધીમાં પ્રથમવાર ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ રાજય પુરસ્કાર મેળવનાર સ્કાઉટ તરીકે કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢ શાળા પરિવારનું તથા કુટુંબ પરિવારનું નામ રોશન કરેલ છે અને હાલ કેન્દ્રીય વિદ્યાલય રાજકોટ ખાતેથી ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ રાષ્ટ્રીય પુરસ્કાર માટે નોમિનેટ થવા બદલ તેઓનું પુ. નિલકંઠ ચરણદાસજી સ્વામીએ સન્માન કરી આશિવર્દ આપેલ તેમજ જૂનાગઢ કેન્દ્રીય વિદ્યાલય ધો.રમાં ૯૧ ટકા મેળવનાર રિયા વરૂણભાઈ ભરાડનું શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડના હસ્તે અને ૧પ૦થી વધુ વિદ્યાર્થીઓને સંતો, આગેવાનો ઉપરાંત પત્રકાર, જયશેભાઈ ભરાડ, સી.વી. જાેષી, ભાનુભાઈ જાેષી, એડવોકેટ શશીકાંતભાઈ બોરીચાંગર સહિતનાએ બિરદાવ્યા હતા. તેમજ રાજગોર સમાજ માટે વોટસએપ ગ્રુપના માધ્યમથી અનેકના વેવિશાળ કરાવનાર રજનીભાઈ મહેતાનું પણ સન્માન કરાયું હતું. ઉપરોકત તસ્વીરમાં દિપ પ્રાગટય કરી વિદ્યાર્થીઓને સન્માનિત કરતા પુ. સંતો આગેવાનો તેમજ પુ. નિલકંઠ ચરણ સ્વામીનું સન્માન કરતા રાજગોર બ્રાહ્મણ સેવા મંડળના અધ્યક્ષ કિશોરભાઈ પાઠક, પ્રુમખ હરેશભાઈ પંડયા અને તેની સમગ્ર ટીમ નજરે પડે છે. કાર્યક્રમનું સંચાલન એલ.વી. જાેષી તથા વિજયભાઈ જાેષીએ કરેલ અને આભારવિધી હરેશભાઈ પંડયાએ કરી હતી.

રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા વિદ્યાર્થી ભુવન ગાંધીગ્રામ ખાતે પુ. મુક્તાનંદબાપુના આર્શીવાદ ધો.૧થી ૧રના સમારંભ યોજાયો હતો. જેમાં ૧પ૦થી વધુ વિદ્યાર્થીઓને પુ. નિલકંડ ચરણ દાસજી સ્વામી, પુ. જાેષી બાપા, શિક્ષણવિદ…

Breaking News
0

દ્વારકા બ્રહાકુંડ પાસે જર્જરિત મકાનની આંશિક પાડતોડ બાદ કામગીરી બંધ…!!

દ્વારકામાં દ્વારકાધીશના જગતમંદિરની તદન નજીક પોષ વિસ્તાર ગણાતા જ્યા દરરોજ હજારો યાત્રિકોની ચહલ પહલ હોય એવા બ્રહ્મ કુંડ પાસે વર્ષો જુનું ભાડુઆતી રહેણાંકનું જર્જરીત બિલ્ડીંગ આવેલ હોય જેમાં આશરે 15…

Breaking News
0

બિહારના dy.cm વિજયકુમાર સિન્હા એ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવ્યું 

બિહારના dy.cm વિજયકુમાર સિન્હા યાત્રાધામ દ્વારકામાં પધાર્યા હતા. તેઓએ સૌપ્રથમ દ્વારકાધીશ જગતમંદિરમાં કાળિયા ઠાકોરના દર્શન કરી શ્રીજીની પાદુકા પૂજન કરી ઠાકોરજીને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.

Breaking News
0

ભારતને કૃષિ ક્ષેત્ર “પ્રધાન”, અર્થતંત્રને મજબૂતી પ્રદાન કરવા માટે, ધરતી મા-ગૌમાતાના ખેડૂતો-લોકોના આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે  ‘પ્રાકૃતિક કૃષિ’ અનિવાર્ય

વર્તમાન સમયની માંગ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ પેઢીઓ સુધી લોકોના સ્વાસ્થ્ય માટે લાભદાયી બનશે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. ખેતી-પશુપાલન એ ભારત દેશનો મુખ્ય વ્યવસાય છે. ટૂંકમાં કહીએ તો દેશના આર્થિક વિકાસનો…

Breaking News
0

વેરાવળ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના જન્મ દિવસની દિવ્યાંગ બાળકો સાથે કરેલ ઉજવણી

પ્રદેશ મહીલા મોરચા અધ્યક્ષ ડો. દિપીકાબેન સરડવાની સૂચના મુજબ તા.૧૫-૭-૨૦૨૪ અને સોમવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો જન્મદિવસ હોય તે નિમિતે સેવાકીય પ્રવૃતિઓ દ્વારા ઉજવવાનો હોય જેથી વેરાવળ શહેર ભાજપ મહિલા…

Breaking News
0

મીઠાપુર ટાટા કેમિકલ્સ હોસ્પિટલ ખાતે ર૧ જુલાઈએ યોજાનારા રક્તદાન અભિયાનમાં જાેડાવા અપીલ

ટાટા કેમિકલ્સ હોસ્પિટલ, મીઠાપુર, જી.જી.હોસ્પિટલ મેડિકલ સાથેના સહયોગમાં ૨૧મી જુલાઈ, રવિવારના સવારે ૯થી બપોરના ર સુધી(રજિસ્ટ્રેશન સવારે ૭.૩૦ કલાકેથી શરૂ થશે) ટાટા કેમિકલ્સ હોસ્પિટલ, મીઠાપુર ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન…

Breaking News
0

ખંભાળિયાની મહિલા સંસ્થાઓનો હરિયાળી ઝુંબેશમાં નોંધપાત્ર સહયોગ : મોટી સંખ્યામાં વૃક્ષો દતક લેવાયા ખંભાળિયા શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં ૨૦૦૦ વૃક્ષોની હરિયાળી ઉભી કરવા માટે ગ્રીન ખંભાળિયા સંસ્થા દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં શહેર તથા આસપાસના વિસ્તારોના તબીબો, વિવિધ એસોસિયેશન, આગેવાનો સહિત સૌ કોઈ વ્યક્તિઓ દ્વારા નોંધપાત્ર સહયોગ સાંપળી રહ્યો છે. આ ઝુંબેશમાં અહીંની મહિલા સંસ્થાઓ પણ આગળ આવી છે. ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને રઘુવંશી અગ્રણી જેમિનીબેન મોટાણીના વડપણ હેઠળ ચાલી રહેલી સંસ્થા રઘુવંશી મહિલા મંડળ બહેનોના સહયોગથી કુલ ૬૦ વૃક્ષો દતક લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ સહયોગમાં રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ અલકાબેન મોદી, સેક્રેટરી હેતલબેન સવજાણી, ટ્રેઝરર બ્રિન્દાબેન બરછા વિગેરેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત ખંભાળિયા મહિલા મંડળ દ્વારા પાંચ તેમજ લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સના બહેનો દ્વારા પણ ચાર વૃક્ષો દતક લેવાનો સહયોગ મળ્યો છે. જેને નગરજનોએ બિરદાવી સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરાયો છે. આ વચ્ચે મહત્વની બાબતો એ છે કે ખંભાળિયામાં ૨૦૦૦ વૃક્ષોના ટાર્ગેટને સિદ્ધ કરવા ગ્રીન ખંભાળિયાને સફળતા મળી રહી છે. ત્યારે આગામી નજીકના ભવિષ્યમાં આ અંગેની કામગીરી શરૂ કરવામાં આવશે.

ખંભાળિયા શહેરમાં તથા આસપાસના વિસ્તારમાં ૨૦૦૦ વૃક્ષોની હરિયાળી ઉભી કરવા માટે ગ્રીન ખંભાળિયા સંસ્થા દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં શહેર તથા આસપાસના વિસ્તારોના તબીબો, વિવિધ એસોસિયેશન, આગેવાનો…

Breaking News
0

મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે ખંભાળિયામાં ધાર્મિક-સામાજિક સેવા કાર્યો કરાયા

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ગઈકાલે સોમવારે જન્મ દિવસ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના કાર્યકરો દ્વારા ફ્રૂટ વિતરણ, મહા આરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે તારીખ…

Breaking News
0

કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારની શાળા આચાર્યને નિવૃત્તિ વિદાયમાન અપાયું

કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે આવેલી સરકારી તાલુકા શાળાના આચાર્ય ખીમભાઈ બૈડીયાવદરાનો નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, ટી.પી.ઈ.ઓ. જીવાભાઈ હાથલીયા, તાલુકા…

Breaking News
0

જૂનાગઢ શહેરના ભવનાથમાં ફોરેસ્ટના ગેસ્ટહાઉસની સામેના ભાગમાં ભવનાથ આવતા કારચાલકની ફોર વિહલ કાર પાળીપર અથડાઈને પાળીપર ચડીગય

જૂનાગઢ શહેરના ભવનાથમાં ફોરેસ્ટના ગેસ્ટહાઉસની સામેના ભાગમાં ભવનાથ આવતા કારચાલકની ફોર વિહલ કાર પાળીપર અથડાઈને પાનીપર ચડીગય હતી. ત્યારબાદ ક્રેનની મદદથી કારને પાળીમાં ખુચીગયેલી ફોર વિહલને બહાર કઢાઈ હતી. ગીડીને…

1 36 37 38 39 40 1,354