CEC જ્ઞાનેશકુમાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન : દિલ્હી છાવણીમાં ફેરવાયું

દિલ્હીમાં જ્ઞાનેશકુમારનો વિરોધ કરી રહેલા રાજકીય નેતાઓની અટકાયત : ૧૧ મેટ્રો સ્ટેશન બંધ : જંતર મંતર પર લોખંડી બંદોબસ્ત તૈનાત

CEC જ્ઞાનેશકુમાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન : દિલ્હી છાવણીમાં ફેરવાયું

દિલ્હી/મુંબઈ તા.ર
આજે તા.૨ ઓક્ટોબરની સવારથી જંતર-મંતર ખાતે રાજકીય વાતાવરણ ગરમાયું છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) સહિત અનેક પક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. પરિણામે, દિલ્હી પોલીસે જંતર-મંતર પર સુરક્ષા કડક બનાવી દીધી છે. અહીં બેરિકેડ્સ ઉભા કરવામાં આવ્યા છે, અને વધારાના સુરક્ષા દળોની માંગણી કરવામાં આવી છે. દિલ્હીમાં કલમ ૧૬૩ લાગુ છે, અને આજે ૧૧ મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા છે. સવારથી જ લુટિયન્સ ઝોનને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસેથી વધારાના સુરક્ષા દળોની માંગણી કરી છે.
CJP, AISA, રાજ્યસભા સાંસદ મનોજ ઝા અને સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આમંત્રણ આપવામાં આવ્યું છે. બધા મતદાર યાદીઓ અને ચૂંટણી આચરણમાં ગેરરીતિઓના આરોપોને કારણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરી રહ્યા છે. દિલ્હી પોલીસે શુક્રવારે મતદાર યાદીઓમાં કથિત ગેરરીતિઓ અંગે જંતર-મંતર પર પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શન માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે, મધ્ય દિલ્હીમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. જોકે વિરોધ પ્રદર્શનને મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થવાની અપેક્ષા છે.
SIR પ્રક્રિયા વિરુદ્ધ દિલ્હીમાં લેફ્ટ, આમ આદમી પાર્ટી અને સ્ટુડન્ટ યુનિયને આજે નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. AAPના નેતા સૌરભ ભારદ્વાજ જેવા જંતર-મંતર પહોંચ્યા, તેમને અટકાયતમાં લેવામાં આવ્યા.
પ્રદર્શન માટે AISA (ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિયેશન),આરજેડી સાંસદ મનોજ ઝા અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે લોકોને જંતર-મંતર પર જોડાવાની અપીલ કરી છે.
જંતર-મંતર પર પોલીસ અને રેપિડ એકશન ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
સાવચેતીના પગલા તરીકે આસપાસના ૧૧ મેટ્રો સ્ટેશનોના આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. તેમાં જનપથ, પટેલ ચોક, કેન્દ્રીય સચિવાલય, રાજીવ ચોક, સેવા તીર્થ, મંડી હાઉસ અને લોક કલ્યાણ માર્ગ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે.
કોકરોચ જનતા પાર્ટી આજે સાંજે ૪ વાગ્યાથી મુંબઈના શિવાજી પાર્કમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન કરવાની છે.