ટ્રમ્પે એઆઈનું નામ બદલીને સુપર ઈન્ટેલીજન્સ કર્યું

ટ્રમ્પે એઆઈનું નામ બદલીને સુપર ઈન્ટેલીજન્સ કર્યું

વોશિંગ્ટન તા.૩૦
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નું નામ બદલીને સુપર ઇન્ટેલિજન્સ (SI) કરવાનો એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસમાં મોટી ટેક કંપનીઓના CEO સાથેની બેઠક દરમિયાન કહ્યું કે AIને આટિર્ફિશિયલ એટલે કે બનાવટી કહેવું યોગ્ય નથી. તેમણે તેને ઇન્ટરનેટ કરતાં પણ મોટી ટેક્નોલોજી ગણાવી. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે AIની દોડ હવે અમેરિકા અને ચીન વચ્ચે છે. હાલમાં આ સ્પર્ધામાં અમેરિકા આગળ ચાલી રહ્યું છે. તેમણે ગયા અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રથમ વખત AIને સુપર ઇન્ટેલિજન્સ (SI) કહ્યું હતું.