અપના ઘર વૃધ્ધાશ્રમ ખાતે ભોજન તથા નેપકીનની ભેટ અર્પણ કરાઈ

અપના ઘર વૃધ્ધાશ્રમ ખાતે ભોજન તથા નેપકીનની ભેટ અર્પણ કરાઈ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૩
શ્રી જૂનાગઢ મહિલા શરાફી સહકારી મંડળી લી. જૂનાગઢનાં પ્રમુખ રસીલાબેન સોઢાની યાદી જણાવે છે કે, હાલમાં શ્રાદ્ધના દિવસો ચાલતા હોય સંસ્થા દ્વારા અપના ઘરનાં બધાં વૃદ્ધઓને ભોજન તથા એક નેપકીનની ભેટ આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં ઓસ્ટિન ફેક્ટરી વાળા અનિલાબેન થાનકી તરફથી બધા વૃધ્ધોને એક એક ટુવાલ આપવામાં આવેલ.
આ કાર્યક્રમમાં બધાને અંતાક્ષરી રમાડેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાનાં પ્રમુખ રસિલાબેન સોઢા, ઉપપ્રમુખ સાધનાબેન ર્નિમળ, સેક્રેટરી રૂપલબેન લખલાણી, ડિરેક્ટર જશુમતિબેન મહેતા, જમકુબેન સોજીત્રા, હીનાબેન મજમુદારનો સાથ અને સહકાર સાંપડેલ સંસ્થાનાં સ્ટાફ મેમ્બર્સ કૃપાલીબેન જીકરીયા, નમ્રતાબેન પરમાર, રિદ્ધિબેન ત્રિવેદી, નિરાલીબેન ખેતાણી, નરેન્દ્ર ઘુચલાએ ભારે જહેમત ઉઠાવેલ હતી.